Ahmedabad: અમૂલ દૂધ પિતા હે ઇન્ડિયાના સ્લોગન વાળા વીડિયોની જાહેરાત આવે છે. પણ ગાંધીનગરના એક વ્યક્તિએ ‘અમૂલ દૂધ પીતા હે યુરિયા’ શબ્દો સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેમાં વીડિયો બનાવનાર લક્ષ્મીકાન્ત પરમારે ખોટી માહિતી આપીને અમૂલ બ્રાન્ડને બદનામ કરતો વીડિયો બનાવ્યો હતો અને કહી રહ્યા છે કે અમૂલ દૂધમાં યુરિયાનું સેમ્પલ મળ્યું છે અને સરકારી લેબોરેટરીમાં જાહેર થયેલા રિપોર્ટની ખોટી માહિતી જણાવી હતી જેને લઈ અમૂલ ફેડ ડેરીમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા અંકિતકુમાર પરીખે ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જોકે ફરિયાદમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે 30 જૂનના રોજ અમૂલ ફેડ ડેરીના રિટેલર દેવભૂમિ પાર્લર નારોલના હર્ષદભાઈ જોશી એક વીડિયો આવ્યો હતો. જે વીડિયો અમૂલ દૂધ બ્રાન્ડને બદનામ વાળો વીડિયો અમૂલફેડ ડેરીમાં સિનિયર મેનેજર અંકિતકુમાર પરીખે મોકલ્યો હતો. જે વીડિયોમાં અમૂલ દૂધના સેમ્પલ ફેઇલ હોવાનો દાવો કરીને ખોટી માહિતી આપતો વીડિયો બનાવ્યો હતો અને સાથે જ અમૂલ દૂધ લોકો માટે સેફ છે કે નહીં તેને લઈ સવાલ ઉઠાવ્યો હતો. જેથી અમૂલ દૂધ પીનારા લોકોએ સાવધાન રહેવું વીડિયોમાં કહ્યું હતું. જે વીડિયો ફેસબુક પર વાયરલ થતાં જ અમૂલ બ્રાન્ડને બદનામ કરનાર ગાંધીનગરના શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : PSI જાડેજા બોલું છું… કહીને અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા, અપહરણ અને બળાત્કારના ગુનાના આરોપીનું કારસ્તાન
અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ એસ.આઈ. મૂછાળ કહેવું છે કે હાલ અમૂલ બ્રાન્ડની પ્રતિષ્ઠાને બદનામ કરવાના હેતુથી લક્ષ્મીકાંત પરમાર રહે પ્લોટ નંબર 995/2 ,સેકટર- 7/સી એ ફેસબુક પર વીડિયો મુક્યો હોવાનું સામે આવ્યું છે. જેના આધારે ફરિયાદ લઈ તપાસ કરતા આરોપી ઘરેથી મળી નથી આવ્યો પરતું આ રીતે લક્ષ્મીકાન્ત પરમાર સોશિયલ મીડિયા પર વીડિયો મુકવાનો શોખીન હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે અગાઉ પણ અમૂલ બ્રાન્ડને બદનામ કરવાનો મે મહિનામાં એક વીડિયો વાયરલ કર્યો હતો. જે મામલે પોલીસે કાર્યવહી કરી હતી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો