અમદાવાદ સહિત રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીની સીઝન એટલે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. આ શિયાળા દરમિયાન લોકોને ઠંડીનો અહેસાસ તો થાય જ છે સાથે શિયાળા શાકભાજી એવા લીલા શાકભાજી ખાવાનો પણ મોકો મળે છે કારણ કે શિયાળાની સિઝન એ લીલા શાકભાજીની સિઝન પણ કહેવાય છે જે શાકભાજી આરોગીને લોકો સ્વસ્થ રહે છે.
આ વર્ષે લોકોની સ્વાદની મજામાં ભાવ વધારો ભંગ પાડી શકે છે. કારણ કે હાલમાં સીઝનમાં શાકભાજીના ભાવ હોવા જોઈએ તેની સામે 20 ટકા જેટલા ભાવ વધુ છે. જે લોકો ના બજેટ સાથે શાકભાજીના સ્વાદ પર અસર કરી રહ્યો છે.
(જમાલપુર રિટેઇલ બજારના ભાવ અનુસાર)
આ ભાવ વધારાના કારણે શાકભાજીનું ઓછું શાક તો કેટલાક શાકભાજી જીવન જરૂરિયાત વાનગી હોવાથી મોંઘી હોવા છતા પણ ખરીદી કરી રહ્યા છે. હાલમાં અમદાવાદમાં મોટા ભાગના શાકભાજી બહારના શહેર અને બહારના રાજ્ય માંથી આવે છે.
આ પણ વાંચો : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરીને લઈ સારા સમાચાર, પ્રોજકેટ કોરિડોરમાં 100 કિમી વાયડકટ બનીને તૈયાર
ડિમાન્ડ વધુ અને તેની સામે નાસિક અને પુણે સહિત અન્ય શહેરમાંથી શાકભાજી ઓછા આવે છે. જેના કારણે તેમજ ગુજરાત માંથી જે શાકભાજી આવવા જોઈએ તેની પણ આવક ઓછી છે. જે આવક ઓછી અને ડિમાન્ડ વધુ હોવાને કારણે સીઝનમાં હાલના સમય કરતા વધુ ભાવ ચાલી રહ્યા છે તેવું વેપારી કહી રહ્યા છે.
શિયાળાની શરૂઆત થતા શિયાળા શાકભાજીની શરૂઆત થાય છે. જોકે આ વખતે ઠંડી મોડા શરૂ થઈ. અને તેમાં ઠંડી શરૂ થતાં શાકભાજીના ભાવ વધુ. અને હજુ પણ શાકભાજી ની સારી આવક શરૂ થતાં 10 થી 15 દિવસનો સમય લાગી શકે છે. જે બાદ શાકભાજીના ભાવમાં ઘટાડો આવી શકે છે. ત્યાં સુધી લોકોએ મોંઘી શાકભાજી ખાવી જ રહી.
Published On - 6:16 pm, Fri, 24 November 23