VIDEO : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથયાત્રાનો શુભારંભ કરાવ્યો, જાણો પહિંદ વિધિનું મહાત્મય

|

Jul 01, 2022 | 8:00 AM

જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મય છે. જેમાં નાથની નગરયાત્રા(Rathyatra)  પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે. જેમાં રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી(Chief Minister)  જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવે છે.

VIDEO : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથયાત્રાનો શુભારંભ કરાવ્યો, જાણો પહિંદ વિધિનું મહાત્મય
Rathyatra 2022

Follow us on

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનો(CM Bhupendra Patel) ગઈકાલે કોવિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.જે બાદ તેઓએ પહિંદ વિધિ કરવાની સ્પષ્ટતા કરી અટકળોનો અંત લાવ્યો હતો.ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં(Jagannath Rathyatra)  દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રીએ ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે.આ પરંપરાને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે 145મી રથયાત્રામાં પ્રથમ વાર આ પહિંદવિધિ ( Pahind Vidhi) કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને જાળવી રાખી છે.

પહિંદ વિધિનું અનોખું મહાત્મય

જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મય છે. જેમાં નાથની નગરયાત્રા(Rathyatra)  પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે. જેમાં રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી(Chief Minister)  જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવે છે. ગુજરાતમાં આ વિધિને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઓડિશાના જગન્નાથ પુરીમાં તેને છેરા પહેરા તરીકે ઓળખવામાં આવે છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા

મુખ્યમંત્રી આજના અવસરે વહેલી સવારે અમદાવાદમાં જગન્નાથ મંદિર(Jagannath Temple) પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવ પૂર્વક બહાર લાવવામા સહભાગી થયા હતા.CM ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વ નિમિત્તે સૌ નાગરિક ભાઈ બહેનોને શુભેચ્છાઓ પાઠવતા ક્હ્યું કે જગન્નાથજી સૌ પર કૃપા આશિષ વરસાવે અને સમાજ જીવનમાં સૌને આરોગ્ય સુખાકારી,સમૃદ્ધિ અને સુખશાંતિ આપે તેવી પ્રાર્થના કરી.આ અવસરે મહંત દિલિપદાસજી, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર મીનાક્ષી તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિત અન્ય પદાધિકારીઓ અને શ્રદ્ધાળુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Next Article