રાજ્ય સરકારે શહેરી વિકાસ માટે વધુ એક નિર્ણય લીઘો છે. અમદાવાદ (Ahmedabad) અને સુરત (Surat) માં વધુ ટાઉન પ્લાનીંગ સ્કીમ (Town Planning Scheme) ને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત ના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ટીપી સ્કીમને મંજૂર કરતો નિર્ણય જાહેર કર્યો છે. અમદાવારમાં 4 ટાઉન પ્લાનીંગ સ્કીમ અને સુરતમાં એક સ્કીમને મંજૂર કરાઈ હોવાની જાણકારી અપાઈ છે. જેને લઈ બંને શહેરોમાં નવા રસ્તાઓનુ ઝડપી અમલીકરણ થઈ શકશે અને સાથે જ આંતરમાળખાકીય સવલતો મળશે. આ ઉપરાંત 10,900 થી વધુ EWS આવાસોનું નિર્માણ થશે.
મુખ્ય પ્રધાન દ્વારા મહત્વના કરાયેલા નિર્ણય થકી બંને શહેરોના વિકાસને વધુ ગતિ મળશે, અમદાવાદ અને સુરત મહાનગરના લોકોને વધુ સવલતો ઉપલબ્ધ થશે. અમદાવાદમાં 1 ફાઈનલ ટીપી મંજૂર કરવામા આવી છે. જ્યારે 1 ડ્રાફ્ટ ટીપી અને 2 પ્રલિમીનગરી ટાઉન પ્લાઈનીંગ સ્કિમ ને મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. જ્યારે સુરતમાં 1 પ્રિલિમીનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરાઈ છે.
નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર સાથે EWS આવાસ, બાગ-બગીચા, રમત-ગમત મેદાન અને જાહેર સુવિધા માટે વધુ જમીન મળી રહેશે. 10,900 થી વધુ EWS આવાસોનું નિર્માણ કરવામાં કરાશે. 69.41 હેક્ટર જમીન સરકારના આ મહત્વના નિર્ણય વડે ઉપલબ્ધ થઈ શકશે.
સુઆયોજિત શહેરી વિકાસની નેમ સાથે અમદાવાદ અને સુરત મહાનગરોની વધુ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી. આ થકી, કુલ ૬૯.૪૧ હેક્ટર જમીન ઉપલબ્ધ થતાં ૧૦,૯૦૦ જેટલા EWS આવાસો તેમજ બગીચા, રમતના મેદાન સહિત વિવિધ જનસુવિધાઓના કામને વેગ મળશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 5, 2022
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસને વધુ વ્યાપક અને વેગવંતો બનાવવા થોડાક સમય અગાઉ ત્રણ મહાનગરોમાં 6 નવી ટીપી સ્કીમને મંજૂરી આપી હતી. જેમાં સુરતમાં મહાનગરપાલિકામાં 3 અને સુડાની એક ટીપી સ્કીમને મંજૂરી, જ્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં એક ટીપી સ્કીમને મંજૂરી અપાઈ હતી. જ્યારે ભાવનગરમાં એક પ્રિલીમિનરી ટીપી સ્કીમને મંજૂરી અપાઈ હતી. મુખ્યમંત્રીએ કુલ 7 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી હતી. જેમાં સુરત, અમદાવાદ, ભાવનગર સહિત બાવળાની 1 ડ્રાફ્ટ ટીપીનો પણ સમાવેશ થતો હતો. જેમાં બાવળામાં 54.88 હેક્ટર જમીન પર વિકાસ કામો કરવામાં થનાર છે.
ઈનપુટ ક્રેડિટઃ કિંજલ મિશ્રા, ગાંધીનગર
Published On - 10:55 pm, Mon, 5 September 22