પેટ્રોલ-ડીઝલમાં ભાવમાં ઘટાડાથી લોકો ખુશ, સરકારના નિર્ણયને આવકાર્યો

|

Nov 03, 2021 | 11:15 PM

કેન્દ્ર સરકારની સાથે સાથે જો રાજ્ય સરકાર પર વેટ અને અન્ય ટેક્સમાં રાહત આપે તો લોકો નવા વર્ષમાં મોંધવારીના મારમાંથી થોડા ઘણા અંશે રાહત મેળવી શકશે.

દેશમાં પેટ્રોલ-ડીઝલના(Petrol Diseal)સતત વધી રહેલા ભાવોના કારણે મોંઘવારીથી ત્રસ્ત પ્રજા માટે દિવાળી(Diwali) પૂર્વે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી(Excise Duty)ઘટાડી દીધી છે. જેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થશે. આ નવો ભાવ ગુરુવારથી અમલી બનશે.

જો કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની જાહેરાતના પગલે લોકો ખુશ છે. તેમજ સરકારના દિવાળી પૂર્વે કરેલા નિર્ણયનો આવકાર્યો છે. તેમજ કેન્દ્ર સરકારની સાથે સાથે જો રાજ્ય સરકાર પર વેટ અને અન્ય ટેક્સમાં રાહત આપે તો લોકો નવા વર્ષમાં મોંધવારીના મારમાંથી થોડા ઘણા અંશે રાહત મેળવી શકશે. તેમજ લોકો કેન્દ્ર સરકારની જાહેરાતને આવકારી રહ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી દેવાના કારણે પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો થશે.કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ પર 5 અને ડીઝલ પર 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવા સાથે જ રાજ્ય સરકારોને પણ અપીલ કરતાં પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવા કહ્યું છે. કેન્દ્ર સરકારના નિર્ણયના પગલે ભલે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો થયો છે.

પીએમ મોદીએ તો પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી દીધા છે. હવે રાજ્ય સરકારોનો વારો આવ્યો છે..એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડા બાદ કેન્દ્ર સરકારે રાજ્યોને પેટ્રોલ-ડીઝલમાં વેટ ઘટાડવાની અપીલ કરી છે, કે જેથી લોકોને મોંઘવારીમાંથી છુટકારો મળે. અલગ અલગ રાજ્ય સરકાર 20થી 35 ટકા સુધી વેટ વસૂલે છે.

કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ ડીઝલમાં એક્સાઈઝ ડ્યૂટી ઘટવાથી ખેડૂતોને સૌથી વધુ ફાયદો મળશે, કેમકે હવે શિયાળુ પાકની કાપણી થશે. આ ઘટાડાથી સૌથી મોટો ફાયદો ખેડૂતોને મળશે. ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે શું રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલ પર એક્સસાઈઝ ડ્યૂટી ઘટાડશે.તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ પર 20 ટકા વેટ વસુલવામાં આવે છે. જે અન્ય રાજ્યો કરતા સૌથી ઓછો છે.

આ પણ  વાંચો :  વડોદરા કોર્પોરેશનના આરોગ્ય તંત્ર વિરુદ્ધ વિપક્ષ કોંગ્રેસે કામગીરીને લઇને સવાલ ઉઠાવ્યા

આ પણ વાંચો : કચ્છ સરહદ પર જવાનો સાથે દિવાળીની ઉજવણી દરમ્યાન સીએમ પટેલે કહી આ વાત

Published On - 11:14 pm, Wed, 3 November 21

Next Video