Ahmedabad: એજ્યુકેશન અને ટેક્સટાઈલમાં મોખરાનું સ્થાન ધરાવતું ચિરીપાલ ગૃપ વિવાદોના કારણે વારંવાર ચર્ચામાં રહે છે

|

Jul 20, 2022 | 12:39 PM

ટેક્સટાઈલ, ફેબ્રિક, યાર્ન અને પેટ્રોકેમિકલ, પેકેજિંગ સોલ્યુસન, એજ્યુકેશન, રોબોટિક, ફાઇનાન્સ સહિતમાં ક્ષેત્ર સાથે સંકળાયેલી આ કંપની 1972માં અમદાવાદમાં શરૂ કરવામાં આવી હતી.

Ahmedabad: એજ્યુકેશન અને ટેક્સટાઈલમાં મોખરાનું સ્થાન ધરાવતું ચિરીપાલ ગૃપ વિવાદોના કારણે વારંવાર ચર્ચામાં રહે છે
Chiripal Group

Follow us on

અમદાવાદ (Ahmedabad) ની જાણિતી કંપની ચિરીપાલ ગૃપ (Chiripal Group) પર ITએ (Income Tax) કુલ 35 થી 40 જગ્યા પર દરોડા પાડીને તપાસ શરૂ કરી છે. આ કંપની અમદાવાદની સૌથી મોટી કંપનીઓમાં શામેલ છે. ટેક્સટાઈલ, ફેબ્રિક, યાર્ન અને પેટ્રોકેમિકલ, પેકેજિંગ સોલ્યુસન, એજ્યુકેશન, રોબોટિક, ફાઇનાન્સ સહિતમાં ક્ષેત્ર સાથે સંકળાયેલી આ કંપની 1972માં અમદાવાદમાં શરૂ કરવામાં આવી હતી. થોડા પાવરલૂમ સાથે શરૂ થયેલું ચીરીપાલ ગૃપ શરૂઆતમાં ફેબ્રિક બનાવવાનું કામ કરતું હતું પણ ધીમે ધીમે તે કોટન સ્નીનિંગ અને ડેનિમના ક્ષેત્રમાં આગળ વધ્યું. આ ગૃપ ટુંકા ગાળામાં ખુબ ઝડપથી આગળ વધ્યું છે અને અત્યારે તેનું વાર્ષિક ટર્નઓવર 1500 કરોડ રૂપિયા જેટલું છે. આજે કંપની દર વર્ષે 110 મિલિયન મીટર ડેનિમ, 141 TPD સ્પિનિંગ, 10 મિલિયન મીટર શર્ટીંગ, 10 મિલિયન મીટર યાર્ન ડાયીંગનું ઉત્પાદન કરે છે. વેદપ્રકાશ ચિરીપાલ આ કંપનીના ગૃપ ચેરમેન છે. જ્યારે જયપ્રકાશ ચિરીપાલ, જ્યોતીપ્રસાદ ચિરીપાલ અને બ્રિજમોહન ચિરીપાલ મેનેજિંગ ડાઇરેક્ટર છે. જ્યારે વિશાલ ચિરીપાલ, દીપક ચિરીપાલ, રોનક ચિરીપાલ, અને વંશ ચિરીપાલ ડાઈરેક્ટર છે. અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી આ કંપની હાલ પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે 20 હજાર લોકોને રોજગાર આપે છે.

ચિરિપાલ ગ્રૂપ સાથે જોડાયેલા કેટલાક વિવાદો

  1. બે વર્ષ પહેલાં ચિરિપાલ ગ્રૂપ ઓફ કંપનીઝની નંદમ ડેનિમમાં આગ લાગવાને કારણે 7 લોકોના મોત નિપજ્યાં છે. જેને કારણે નંદમ ડેનિમના MD જ્યોતિ પ્રસાદ ચિરિપાલ અને દીપક ચિરિપાલ સામે સાઅપરાધ માનવવધનો ગુનો નોંધાયો હતો.
  2. ડિસેમ્બર, 2016માં ચિરિપાલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા બોગસ ડિગ્રી આપવામાં આવી હોવાનો બીબીએના વિદ્યાર્થીઓએ આરોપ મુક્યો હતો. તેમજ ચિરિપાલ પરિવારના ત્રણ સભ્યો સામે પોલીસ ફરિયાદ પણ કરી હતી. જેને પગલે ચિરિપાલ પરિવારના આ ત્રણેય સભ્યોએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરવી પડી હતી.
  3. વર્ષ 2013માં વેજલપુરના મામલતદારે વેદપ્રકાશ ચિરિપાલને નોટિસ ફટકારી તે ખેડૂત ખાતેદાર છે કે નહીં તેના પુરાવા રજુ કરવા જણાવ્યું હતું અને જો આ પુરાવા રજુ નહીં કરે તો તેની માલિકીની જમીન જપ્ત કરાશે એવી ચેતવણી આપ્યા બાદ તપાસનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત ખેડાના મામલતદાર દ્વારા પણ આ જ પ્રકારને નોટિસ ચિરીપાલને ફટકારવામાં આવી હતી. આ નોટિસ પછી ચિરીપાલ બંધુઓ ખેડૂત ખાતેદાર હોવાના પુરાવા રજુ કરવામાં નિષ્ફળ ગયા જતા ખેડા તથા અમદાવાદના કલેક્ટરને તપાસ સોંપાઈ હતી.
  4. નવેમ્બર, 2016માં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને સૈજપુર-ગોપાલપુરની સીમમાં આવેલા ચિરીપાલ ગ્રૂપના ગેરકાયદે બાંધકામ શાંતિ પ્રોસેસ યુનિટને ડિમોલિશન કરવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. જો કે અચાનક શાંતિ પ્રોસેસ યુનિટનું ગેરકાયદે બાંધકામ તોડવાનું બંધ કરી દેવાયું હતું. ચિરીપાલ ગ્રૂપના કાળા નાણાંના જોરે ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન રોકી દેવાયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.
  5. આ પણ વાંચો

  6. 2016ના એપ્રિલ માસમાં પણ પિરાણા રોડ પર આવેલી ચિરિપાલ ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હતી. વેન્ટીલેશનનો અભાવ હોવાથી છતમાં હોલ પાડીને આગ ઓલવવી પજી હતી.
  7. વર્ષ 2017ના ડિસેમ્બર માસમાં ખેડા જિલ્લાના બિડજ ગામમાં ચિરિપાલ ગ્રૂપના પ્લાન્ટના પ્રદૂષણના કારણે ખેડૂતોનો લાખો રૂપિયાનો ડાંગરનો પાક સાફ થઇ જતાં ખેડૂતો નેશનલ ગ્રીન ટ્રિબ્યનલમાં ગયા હતા. જેને પગલે પૂણે એનજીટીમાં ડિવિઝન બેન્ચમાં ચિરિપાલ કંપની વિરુદ્ધમાં પિટિશન દાખલ થઇ હતી અને કોર્ટે રિપોર્ટ સબમિટ કરવા આદેશ આપ્યો હતો.

ચિરીપાલ ગૃપની મુખ્ય શાખાઓ

  1. વિશાલ ફેબ્રિક્સ (1985)
  2. ચિરીપાલ ઇન્ડસ્ટ્રીઝ (1988)
  3. નંદન ડેનિમ (1994)
  4. CIL નોવા પેટ્રોકેમિકલ્સ (2003)
  5. શાંતિ એજ્યુકેશનલ (2009)
  6. ચિરિપાલ પોલી ફિલ્મ્સ લિમિટેડ (2012)
  7. નંદન ટેરી (2015)
Next Article