AHMEDABAD : બાવળાના રાસમ ગામે ઈંટના ભઠ્ઠાની આડમાં ખેતરોમાં ઠલવાયું હજારો લીટર કેમિકલ

|

Nov 01, 2021 | 6:45 PM

ઈંટોના ભઠ્ઠા ચલાવવાના નામે બાશીદ અલી નામના વ્યક્તિએ ખેતરોમાં કેમિકલનો નિકાલ કરવા માટેનું ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું છે.

AHMEDABAD : અમદાવાદ જિલ્લાના બાવળા (Bavala) તાલુકાના રાસમ (Rasam) ગામે ઈંટના ભઠ્ઠાની આડમાં ખેતરોમાં હજારો લીટર કેમિકલ (Chemical) ઠાલવવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાસમ ગામના 2 ખેતરોમાં ઝેર ઠાલવવામાં આવ્યું ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની ટીમ દ્વારા પણ ઘટના સ્થળની મુલાકાત લેવાઈ છે. અંદાજે 2 મહિના પહેલા આ બાબત પોલીસના ધ્યાને આવી અને ત્યારબાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. GPCBએ પણ આ મામલે ફરિયાદ કરીને કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી મૂજબ ઈંટોના ભઠ્ઠા ચલાવવાના નામે બાશીદ અલી નામના વ્યક્તિએ ખેતરોમાં કેમિકલનો નિકાલ કરવા માટેનું ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું છે. ખેતરના લોકોએ પણ પૂછ્યું તો કહેવામાં આવ્યું કે ઈંટોને પકવવા માટે અહીંયા કેમિકલ લાવવામાં આવ્યું છે.ખેતરોમાં જે પ્રકારે કેમિકલ દેખાયું એના પરથી એક વાત સ્પષ્ટ છે કે કેમિકલનો નિકાલ ઈંટોના ભઠ્ઠાની આડમાં કરવામાં આવતો હતો. ખાડા ખોદીને એમાં કેમિકલના ડ્રમ ખાલી કરીને એને માટીથી પુરી દેવામાં આવતા હતા.

પ્રાપ્ત થતી માહિતી મૂજબ આ સમગ્ર ઘટનામાં બાવળા પોલીસે ઘટના સ્થળે જઇ ટ્રક સાથે ત્રણ લોકોને ઝડપી પાડી જેલ હવાલે કરી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને જાણ કરતા GPCBના અધીકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા અને સેમ્પલ લઇ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલ્યા હતા. ત્યારબાદ GPCBના અધીકારીએ બાવળા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી અને અમદાવાદ ગ્રામ્ય LCBને તપાસ સોંપી છે.

આ પણ વાંચો : AHMEDABAD : ફરી ધમધમશે જૂની VS હોસ્પિટલ, 13 સુપર સ્પેશ્યાલિટી OPD શરૂ

આ પણ વાંચો : અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરી તેજ, સાબરમતી ખાતે ઓપન વેબ ગર્ડર ગોઠવાયા

Next Video