Ahmedabad કોર્પોરેશનની સામાન્ય સભામાં કોંગ્રેસ અને ભાજપના સભ્યોનો હોબાળો, જુઓ વિડીયો

|

Jul 30, 2021 | 8:40 PM

જેમાં લોકોના પ્રશ્નો તો બાજુએ રહ્યા તેને બદલે કોંગ્રેસ અને ભાજપ સામે સામે આવી જતા સભા પૂર્ણ કરી દેવામાં આવી હતી.કોરોના કાળ બાદ પ્રથમવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા ટાગોર હોલ ખાતે યોજાઇ હતી.

અમદાવાદ(Ahmedabad )મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા(General Board)  ટાગોર હોલ ખાતે મળી હતી.જેમાં લોકોના પ્રશ્નો તો બાજુએ રહ્યા તેને બદલે કોંગ્રેસ અને ભાજપ સામે સામે આવી જતા સભા પૂર્ણ કરી દેવામાં આવી હતી.કોરોના કાળ બાદ પ્રથમવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા ટાગોર હોલ ખાતે યોજાઇ હતી.આમ તો શહેરના વિકાસના પ્રશ્નો તેમજ પ્રજાલક્ષી વિવિધ કામોની ચર્ચા કરવા 192 કોર્પોરેટરની આ સામાન્ય સભા મળી હતી.પરંતુ સભામાં કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા કમળાબેન ચાવડાએ એસવીપી હોસ્પીટલને લઈને આક્ષેપો કર્યા હતા, તેની સાથે જ ભાજપના કોર્પોરેટરોએ હોબાળો મચાવ્યો હતો.

દરમિયાન મેયરે તમામ લોકોને શાંતિ રાખવા વારંવાર અપીલ પણ કરી હતી.પરંતુ તેની કોઈ અસર દેખાઈ નહીં.આ સભામાં જગતપુર રેલવે ક્રોસિંગના મુદ્દે સવાલો ઉઠાવાતા હોબાળો મચ્યો હતો.સાથે જ શાહઆલમના કોર્પોરેટર સનિબાબા એ અધિકારીઓને ચોર કહ્યા હતા.ભાજપે આ મામલે કોંગ્રેસને માફી માંગવા માટે કહેતા ફરી વખત સામાન્ય સભામાં હોબાળો થયો હતો.

આ પણ વાંચો : Bell Bottom Release Date: મોટા પડદા પર ધમાકા કરવા માટે તૈયાર છે અક્ષય કુમાર, આ દિવસે રિલીઝ થશે ‘બેલ બોટમ’

આ પણ વાંચો : IND vs ENG: KL Rahulએ બીહાઈન્ડ ધ સીન તસ્વીર શેર કરી, થઈ રહી છે વાયરલ

Published On - 8:23 pm, Fri, 30 July 21

Next Video