Railway File Image
Image Credit source: File image
જો તમે પણ નિયમિત રીતે રેલવેમાં મુસાફરી કરો છો અને થોડા દિવસમાં રેલવેમાં જ મુસાફરી કરવાના છો તો આ માહિતી અવશ્ય વાંચી લેજો. જેથી તમને મુસાફરીમાં હાલાકીનો સામનો કરવો ન પડે. પશ્ચિમ રેલવેના (Western Railway) અમદાવાદ ડિવિઝન (Ahmedabad Division) પર ટ્રેક્શનમાં ફેરફારના કારણે ડીઝલથી ઈલેક્ટ્રિક સુધીની, ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને (Trains) વિરમગામ ખાતે આંશિક રીતે રીશેડ્યુલ કરવામાં આવી છે અને અમદાવાદ સ્ટેશન પર અરાઈવલ -ડિપાર્ચર ટાઈમિંગ કરવામાં આવ્યું છે. જેની વિગતો નીચે મુજબ છે
ડાઉન ટ્રેન
- 04 જુલાઇ 2022થી, વિરમગામ સ્ટેશન પર ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસનો આગમન/પ્રસ્થાનનો સમય 14.16/14.18 કલાકને બદલે 14.28/14.30 કલાકનો રહેશે.
- 01 જુલાઈ 2022 થી, વિરમગામ સ્ટેશન પર ટ્રેન નંબર 16614 કોઈમ્બતુર-રાજકોટ એક્સપ્રેસનો આગમન/પ્રસ્થાનનો સમય 14.16/14.18 કલાકને બદલે 14.28/14.30 કલાકનો રહેશે.
- 07 જુલાઈ 2022 થી, વિરમગામ સ્ટેશન પર ટ્રેન નંબર 12755 કાકીનાડા પોર્ટ-ભાવનગર એક્સપ્રેસનો આગમન/પ્રસ્થાનનો સમય 14.16/14.18 કલાકને બદલે 14.28/14.30 કલાકનો રહેશે.
- 06 જુલાઈ 2022 થી, વિરમગામ સ્ટેશન પર ટ્રેન નંબર 19201 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસનો આગમન/પ્રસ્થાનનો સમય 14.16/14.18 કલાકને બદલે 14.28/14.30 કલાકનો રહેશે.
- 03 જુલાઇ 2022 થી, અમદાવાદ સ્ટેશન પર ટ્રેન નંબર 19567 તુતીકોરીન-ઓખા એક્સપ્રેસનો આગમન/પ્રસ્થાનનો સમય 18.05/18.15 કલાકને બદલે 18.10/18.25 કલાકનો રહેશે.
અપ ટ્રેન
- 02 જુલાઇ 2022 થી પ્રભાવથી, વિરમગામ સ્ટેશન પર ટ્રેન નંબર 12756 ભાવનગર-કાકીનાડા એક્સપ્રેસનો આગમન/પ્રસ્થાનનો સમય 08.21/08.23 કલાકને બદલે 08.15/08.17 કલાકનો રહેશે.
- 05 જુલાઇ 2022 થી, વિરમગામ સ્ટેશન પર ટ્રેન નંબર 19202 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસનો આગમન/પ્રસ્થાનનો સમય 08.21/08.23 કલાકને બદલે 08.15/08.17 કલાકનો રહેશે.
- 03 જુલાઇ 2022 થી, વિરમગામ સ્ટેશન પર ટ્રેન નંબર 16613 રાજકોટ – કોઈમ્બતુર એક્સપ્રેસનો આગમન/પ્રસ્થાનનો સમય 08.21/08.23 કલાકને બદલે 08.15/08.17 કલાકનો રહેશે.
- 04 જુલાઇ 2022 થી, વિરમગામ સ્ટેશન પર ટ્રેન નંબર 22717 રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસનો આગમન/પ્રસ્થાનનો સમય 08.21/08.23 કલાકને બદલે 08.15/08.17 કલાકનો રહેશે.
પેસેન્જર રેવન્યુમાં અમદાવાદ ડિવિઝનનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન
વેસ્ટર્ન રેલવેના અમદાવાદ વિભાગે 23મી જૂનના રોજ એક જ દિવસમાં રૂ.3.98 કરોડની આવક હાંસલ કરી છે, જે પેસેન્જર આવકમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવે છે. જે ડિવિઝનની એક દિવસની પેસેન્જર આવકમાં અત્યાર સુધીની સૌથી વધુ છે. અગાઉ 21મી ફેબ્રુઆરી 2022ના રોજ અમદાવાદ વિભાગે રૂ.3.73 કરોડની શ્રેષ્ઠ પેસેન્જર આવક હાંસલ કરી હતી. અમદાવાદ ડિવિઝનમાં દૈનિક આવકના 2.93 કરોડના લક્ષ્યાંક કરતાં 35.48 ટકા વધુ આવક નોંધાઈ છે.