ભારતભરમાં ભારતીય અંતરીક્ષ સંસ્થા એટલે ઇસરોના કુલ 21 સેન્ટરો આવેલા છે. જેમાં અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલ સ્પેસ એપ્લિકેશન સેન્ટર સેકની Space Applications Centre કામગીરી બધા સેન્ટરોમાં વિશેષ છે. અમદાવાદના સેક ઈસરો સેન્ટરમાં રિમોટ સેન્સિંગ, સેટેલાઈટ કોમ્યુનિકેશન સેટેલાઈટ અને નેવિગેશન સેટેલાઈટને લઈને ઉમદા કામ થયું છે. તેમજ ચંદ્રયાન 1 અને 2 અને 3માં પણ સેક ઈસરોનું મહત્વનું યોગદાન રહેલું છે. અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈ એ Tv9 સાથે કરેલી ખાસ વાતમાં ચંદ્રયાન 3 ના મહત્વના યોગદાન વિશે માહિતી આપી હતી.
સેક ઈસરોના ડાયરેક્ટર નિલેશ દેસાઈના જણાવ્યા પ્રમાણે. ચંદ્રયાન 3માં અમદાવાદ સેન્ટર તરફથી ટેકનોલોજી એપ્લિકેશન અને ઈમેજ પ્રોસેસિંગ અંગે કામ કરાયું છે. વૈજ્ઞાનિકો અને દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ ચંદ્રયાન 3ને લઈને જોવા મળી રહ્યો છે. જે ચંદ્રયાન 3 મિશન અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. જે ચંદ્રયાન 3માં અમદાવાદના સેક ઈસરો સેન્ટર દ્વારા કુલ 11 પ્રણાલીઓમાં કામ કરાયું છે. જેમાં લેન્ડીંગ સાઈટનું સિલેક્શન પ્રોસેસિંગનું 80% કામ અમદાવાદ સેન્ટર પર કરાયું છે. જેમાં 4 બાય 2.5 કિલોમીટર વિસ્તાર લેન્ડિંગ માટે નક્કી કરાયો છે.
નિલેશ દેસાઈ વધુમાં જણાવ્યું કે ચંદ્રયાન 2 લેન્ડ ન થઈ શક્યું અને ક્રેશ થયું તેની ખામીઓ દૂર કરવાનો ચંદ્રયાન ત્રણમાં સંપૂર્ણ પ્રયાસ કરાયો છે. જેના માટે ચંદ્રયાન ત્રણમાં 21 જેટલા ફેરફાર કર્યા છે. જેમાં હાર્ડવેર, સોફ્ટવેર અને અલગોરીધમ પર મોટું કામ કરવામાં આવ્યું છે. તેમજ ઈસરોએ આ વખતે ફેલ્યોર ઓરિએન્ટેડ સિસ્ટમ પર વધુ ધ્યાન આપ્યું છે. સાથે જ અમદાવાદ, ચિત્રદુર્ગા અને બેંગલોર જેવી જગ્યાએ વિક્રમ લેન્ડર અને સેન્સરના વિવિધ ટેસ્ટ પણ કર્યા છે.
સેક ઈસરો દ્વારા ચંદ્રયાન 3 માં વિક્રમ લેન્ડર ચંદ્ર પર કઈ જગ્યા પર લેન્ડ થશે તેની વિવિધ તસવીરો એકઠી કરીને યોગ્ય સ્થળ નક્કી કરવાનું કામ પણ કર્યું છે. હેઝાર્ડ ડિટેકશન કેમેરા અને કા બેન રડાર અલ્ટીમેટર દ્વારા જે ડેટા એકત્ર કરાયો છે. તે માટેનું પ્રોસેસર પણ અમદાવાદ સેક ઇસરો દ્વારા બનાવવામાં આવ્યું છે. વિક્રમની ચારે બાજુ મૂકવામાં આવેલા કેમેરા કે જે હાઈરિઝોલ્યુશન તસવીરો મોકલશે તે પણ અમદાવાદ ઈસરો સેન્ટર ખાતે બનાવવામાં આવ્યા છે.
વિક્રમ લેન્ડર લેન્ડ થયા બાદ પ્રજ્ઞાન રોવર ચંદ્રની ધરતી પર ફરશે ત્યારે તેમાં રહેલા બે કેમેરા લગાવવામાં આવ્યા છે. તે પણ સેક ઈસરો સેન્ટર દ્વારા બનાવવામાં આવ્યા છે. જે કેમેરા ચંદ્ર પરના જુદા જુદા સ્થળોને કવર કરતા ફોટો લેશે અને ઈસરોને મોકલશે.
વિક્રમ લેન્ડરમાં લગાવવામાં આવેલ કા બેન્ડ રડાર અલ્ટીમેટર સિસ્ટમ જ્યારે લેન્ડર ચંદ્રથી 7.5 કિલોમીટર ઊંચે હશે ત્યારે એક્ટિવ થશે અને સમગ્ર ડેટા ઈસરોના મુખ્ય સેન્ટર સુધી મોકલશે. જે રડાર અલ્ટીમેટર લેન્ડિંગ દરમિયાન ઊંચાઈ માપવાનું કામ કરશે સાથે જ લેન્ડિંગની તમામ વિગતો પણ ઇસરોને પહોંચાડશે.
વિક્રમ લેન્ડરમાં હઝાર્ડ ડિટેક્શન અને એવોઇડન્સ કેમેરા લગાવવામાં આવ્યા છે જે લેન્ડરનું હૃદય કહેવાય છે. જે બે કેમેરા લેન્ડિંગ સમયે મદદ કરશે. સાથે જ લેન્ડિંગનો ડેટા ઇસરો ના મેન સેન્ટર સુધી મોકલી આપશે જે બંને કેમેરા અમદાવાદ સેન્ટર દ્વારા તૈયાર કરાયા છે. અને આ તમામ કામગીરી કા બેન રડાર સિસ્ટમ કરશે. કે જે પણ સેક ઈસરો દ્વારા જ તૈયાર કરાયું છે.
ચંદ્રયાન 2માં સોફ લેન્ડિંગમાં સફળ થયા નહીં જેના અનુભવ પર ચંદ્રયાન 3 તૈયાર કરાયું. ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 સરખા છે. પણ ચંદ્રયાન 3માં 21 ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યાં જ્યાં ત્રુટી હતી તેમાં સુધારા કરવામાં આવ્યા છે. કુલ 21 સિસ્ટમ માં ફેરફાર કર્યા છે. હાર્ડવેર, સોફ્ટવેર, એલગોરીધમ અને તકનીકમાં ફેરફાર કરાયા. ઓરબિટરના બદલે પોપ્યુલેશન મોડલ મુકવામાં આવ્યું. જે લેન્ડરને ચંદ્ર સુધી લઈ જશે. જે 17 ઓગસ્ટે બંને અલગ પડ્યા. હવે બંને અલગ ભ્રમણ કરી રહ્યા છે. 23 ઓગસ્ટે લેન્ડર ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરે તેવું નક્કી કરાવ્યું છે. તે સાંજે 5.47 મિનિટે 30 કિલોમીટર દૂરથી સોફ્ટ લેન્ડિંગ શરૂ થશે.
આત્મા નિર્ભર ભારતની મિશાલ કાયમ કરવામાં આવી છે. કેટલાક સાધનો વિદેશ પર આધાર રાખવા પડતા હોય છે. પરંતુ આ વખતે સ્વદેશી પ્રયોગ કરવામાં આવ્યો છે. સેક ઈસરો અમદાવાદ દ્વારા ચંદ્રયાન 3 માં મોટું યોગદાન આપવામાં આવ્યું. મોડ્યુલ લોન્ચ કરવા માટે નું લોન્ચર, સેટેલાઈટ પોર્શનમાં લાગેલા ઉપકરણો , લેન્ડરના મુખ્ય ઉપયોગમાં લેવાયેલા પે લોડ અને સેન્સર સહિત 11 સિસ્ટમ અમદાવાદ ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવી. તેમજ લેન્ડિંગ સાઇટ અને અલ્ગોરિધમ પણ તૈયાર કરાયા.
લેન્ડર અને રોવર પર લાગેલા 8 કેમેરા, હઝાર્ડ ડિટેકશન કેમેરા અને પોઝીશન કેમેરા તેમજ રડાર સિસ્ટમ જેની મદદ થી લેન્ડ થવામાં મદદરૂપ બનશે તે, તેમજ મેન કોમ્પ્યુટર નેવિગેશન ગાઈડન્સ એન્ડ કંટ્રોલ કમ્પ્યુટર તે પણ તૈયાર કરાવ્યું છે. જે ત્યાં પરિસ્થિતિ પ્રમાણે માહિતી મળશે અને લેન્ડ થશે. જે હૃદય કહેવાય જે પ્રોસેસિંગ સિસ્ટમ કહેવાય તે અમદાવાદ ઇસરોમાં તૈયાર થયું છે. હાઈ પર્ફોમન્સ કોમ્પ્યુટરનું નિર્માણ પણ અમદાવાદમાં થયું છે. દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ સાઇટ સિલેક્શન માં નક્કી કરી છે. 23 ઓગસ્ટ થાય તો તેની સાઇટ અને જો તે સફળ ના રહે તો 27 ઓગસ્ટ કરવામાં આવે તો તે પણ નક્કી કરાયું છે. 23 ઓગસ્ટ અને 27 ઓગસ્ટ વચ્ચેની સાઇડમાં 450 km નો અંતર હશે. જે તમામ વિગતો લેન્ડરમાં પ્રોગ્રામ કરીને રાખવામાં આવી છે.
ચંદ્રયાન 2 બે કિલોમીટર દૂર હતું ત્યારે ટીલ થયું અને ક્રેસ થયું. લોડના કારણે ફોર્સ થયું હતું, અને સોફ્ટવેર એરરના કારણે સ્પીડ ઘટવાના બદલે ફોર્સમાં લેન્ડ થયું અને ક્રેશ થયું. જેના અનુભવ મેળવી ચંદ્રયાન 3 માં તે પ્રકારે સિસ્ટમ ડેવલપ કરવામાં આવી.
ચંદ્રયાન ત્રણ 30 કિલોમીટર ઊંચાઈથી નીચે ઉતરશે. અને 7.30 કિલોમીટર આવશે અને 6.1 km આવશે ત્યાં સુધી ચારે ચાર એન્જિન ફાયર થશે જે રિવર્સ ફોર્સ આપશે. જેના કારણે સ્પીડ ઘટવાનું શરૂ થશે નીચે આવશે. અને 6 કિલોમીટર પહોંચશે ત્યારે 350 મીટર ની સ્પીડ થશે અને સ્પીડ ઘટતા ચાર એન્જિન માંથી બે એન્જિન બંધ કરવામાં આવશે. અને બે ચાલુ રહેશે.બજે 800 મીટર સુધી આવશે અને ત્યારે સ્પીડ 2 મીટર પર સેકન્ડ જેટલી રહેશે અને ત્યારે વર્ટિકલ પોઝીશનમાં રહેશે અને અલગ અલગ કેમેરાની ઈમેજ આધારે લેન્ડિંગ થશે.
લેન્ડ થયાના ચાર કલાક બાદ સીડી જેવો રેમ્પ ભાગ બહાર આવશે અને તેમાંથી રોવર બહાર આવશે. બરોબર રોલ થઈને નીચે આવશે અને લેન્ડરની આજુબાજુમાં 530 મીટરમાં ફરશે.
લેન્ડિંગ 17.21 મિનિટમાં થઈ જશે અને બાદમાં લેન્ડરની આજુબાજુમાં ધૂળ ને બધું ઊડી જશે તે સરખુ થતા ચાર કલાક બાદ રોવર બહાર આવશે અને 14 દિવસ સુધી રોવર કામ કરતું રહેશે. 14 દિવસ બાદ રાત શરૂ થશે ત્યારે રોવર સ્વીચ ઓફ કરવામાં આવશે. અને 14 દિવસ બાદ જ્યારે દિવસ થશે ત્યારે તેને શરૂ કરવામાં આવશે અને સિસ્ટમ કનેક્ટ થાય તો તે એક સારી બાબત બની રહેશે.
આ પણ વાંચો : Chandrayaan 3 Latest Picture: તે મોટા ખાડાઓ, તે નિશાનો… ચંદ્રયાન-3એ લેન્ડિંગ પહેલા મોકલ્યા ચાંદા મામાના Photos
મુખ્ય ઉદ્દેશ ચંદ્રની સરફેસની સોઇલ જમીનનો એનાલિસિસ કરવું. હાઇડ્રોસાઈલ મોન્યૂકુલ ગત વખતે મળ્યું હતું. તો તેનું સ્ટડી કરીને પાણી કેટલી માત્રામાં છે તે જોવામાં આવશે. જમીનની ચકાસણી થશે નિરીક્ષણ થશે. અને તેમાંથી આગળ શું પ્રયોગો કરવા તે ખ્યાલ આવશે. સામાન્ય લોકોને તેનો ફાયદો નહીં થાય પરંતુ ઓવર ઓલ દેશને સાયન્ટિફિક ટેમ્પરામેંટ કે જેમાં લોકોને ઉત્સુકતા છે અને જાણવા માંગે છે કે સાયન્સ શું છે ટેકનોલોજી શું છે તો તે આગળ વધી જશે. 23 તારીખ લેન્ડિંગ માટે પ્રાઇમ ચોઈસ છે. પરંતુ કોઈ સંજોગો ઊભા થાય તો 23 ઓગસ્ટ લેન્ડિંગ મુલતવી રાખીને ચાર દિવસ બાદ 27 ઓગસ્ટ લેન્ડિંગ કરવાની પણ તૈયારી રાખવામાં આવી છે.
Published On - 3:15 pm, Mon, 21 August 23