Ahmedabad : દર્દીના ભોજનમાંથી ગરોળી નીકળવાનો મામલો, શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓને અપાતું ભોજન SVP હોસ્પિટલમાંથી આવતું હોવાનો ખુલાસો

|

Jul 20, 2023 | 9:18 AM

શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતું ભોજન SVP હોસ્પિટલમાંથી આવતું હોવાનું સામે આવ્યું છે.SVPમાં તૈયાર થતું ભોજન LG હોસ્પિટલમાં 800 દર્દી ,શારદાબેન હોસ્પિટલમાં 600 દર્દી અને નગરી હોસ્પિટલમાં 100 દર્દીઓને આપવામાં આવે છે.

Ahmedabad : દર્દીના ભોજનમાંથી ગરોળી નીકળવાનો મામલો, શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓને અપાતું ભોજન SVP હોસ્પિટલમાંથી આવતું હોવાનો ખુલાસો
Shardaben Hospital

Follow us on

Ahmedabad : શારદાબેન હોસ્પિટલમાં (Shardaben Hospital) દર્દીના ભોજનમાં બેદરકારીની ઘટના સામે આવી હતી. શારદાબેન હોસ્પિટલમાં દર્દીના ભોજનમાં દર્દીની થાળીમાં મગની દાળમાં ગરોળી નીકળી હતી. આ ભોજન જમવાથી ત્રણ દર્દીઓને જાડા ઉલટી થવાથી હોસ્પિટલમાં મોટો વિવાદ સર્જાયો છે.

આ પણ વાંચો Ahmedabad: ગુજરાત યુનિવર્સીટીની સિન્ડિકેટ બેઠક નવા કુલપતિ નિરજા ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળી,ઉત્તરવહી કાંડ અંગે કોઈ જ ચર્ચા નહીં

શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતું ભોજન SVP હોસ્પિટલમાંથી આવતું હોવાનું સામે આવ્યું છે. આ ભોજનનો કોન્ટ્રાક્ટ એસવીપી હોસ્પિટલમાં એપોલો સિંદુરીનો ચાલી રહ્યો છે. SVPમાં તૈયાર થતું ભોજન LG હોસ્પિટલમાં 800 દર્દી ,શારદાબેન હોસ્પિટલમાં 600 દર્દી અને નગરી હોસ્પિટલમાં 100 દર્દીઓને આપવામાં આવે છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

કોન્ટ્રાક્ટ પેટે સંસ્થાને દર મહિને અંદાજિત 40 લાખ જેટલી રકમ ચૂકવવામાં આવે છે

આ કોન્ટ્રાક્ટ પેટે સંસ્થાને દર મહિને અંદાજિત 40 લાખ જેટલી માતભર રકમ ચૂકવવામાં આવે છે. તેમ છતાં આવી ગંભીર બેદરકારી સામે આવી છે. ત્યારે આવી ગંભીર બેદરકારી દાખવવા બદલ મોટો દંડ કે આ સંસ્થાને સીલ કરવી જોઈએ કારણ કે AMC દ્વારા અમદાવાદ શહેરમાં ખાદ્ય પદાર્થમાં ગેરરીતિ બદલ હોટલ અને રેસ્ટોરન્ટોને મોટા દંડ ફટકારવામાં આવે છે તેમજ ઘણી જગ્યાએ સીલ પણ કરવામાં આવી છે. તો આ સંસ્થા સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે.

વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ કડક કાર્યવાહી કરવા માગ

વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા માંગણી કરવામાં આવે છે કે આ સંસ્થા પર કડકમાં કડક કાર્યવાહી કરીને એક દાખલો બેસાડવો જોઈએ. આ સંસ્થાને દર્દીઓના રક્ષણ માટે સીલ કરવી જોઈએ કે મોટામાં મોટી દંડની રકમ ભરાવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ગંભીર ગેરરીતી આચરે નહીં એવી માંગણી કરવામાં આવી છે.

આ અંગે મેયર કિરીટ પરમારનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે અમે દર્દીને અપાયેલા ભોજન અને કીચનમાં રહેલા ભોજનના સેમ્પલ લીધા છે, જેના રિપોર્ટના આધારે કસૂરવાર સામે પગલાં લેવાશે. આ ઉપરાંત સુપરિટેન્ડેન્ટે પણ જણાવ્યું છે કે દર્દીઓના ભોજનમાં આ પ્રકારની ગંભીર બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article