AHMEDABAD : અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર અને સૌરાષ્ટ્રભરના વિમાનયાત્રીઓ કે જેઓ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જવા ઈચ્છે છે એવા લોકો માટે સારા સમાચાર છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલું છે. વિદેશ જવા ઈચ્છતા અને ઘરેલું વિમાનસેવા માટે એરપોર્ટ સુધી પહોચવા ટ્રાફિકમાંથી પસાર થઈને જવું પડે છે, જેના માટે ફ્લાઈટના કલાકો પહેલા નીકળી જવું પડે છે. પણ હવે આ વિમાનયાત્રીઓ માટે સારા સામચાર છે. ઇસ્કોન ક્રોસ રોડથી એરપોર્ટ સુધી BRTS બસ સેવા ફરીથી શરૂ કરવા જઈ રહી છે.
BRTSની ઉડાન સેવા (BRTS Udan Seva) અંતર્ગત હવે ઇસ્કોન ક્રોસ રોડથી અમદાવાદ એરપોર્ટ સુધી BRTS બસ દોડશે. આ બસસેવામાં નવી ઇલેક્ટ્રિક બસો દોડશે. આ બસસેવ સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી બસ મળશે. ઇસ્કોનથી દર 15 મીનીટે બસ મળશે, એ જ રીતે એરપોર્ટથી ઇસ્કોન સુધી આ બસ દોડશે.
BRTSની આ ઉડાન સેવાથી સૌરાષ્ટ્રભરના વિમાનયાત્રીઓને મોટો લાભ થશે. રાજ્યમાં હાલ એક જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે અને એ છે અમદવાદની સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. આથી વિદેશ જવા ઈચ્છતા સૌરાષ્ટ્રભરના વિમાનયાત્રીઓએ અમદવાદ એરપોર્ટ આવવું પડે છે. હવે સૌરાષ્ટ્રના આ વિમાનયાત્રીઓને BRTSની આ ઉડાન બસ સેવાનો સારો એવો લાભ મળશે.
ઇસ્કોનથી એરપોર્ટ સુધીની આ બસ સેવા પહેલા પણ શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોઈ કારણસર આ બસ સેવા બંધ કરવામાં આવી છે, અને હવે ફરી એક વાર આ બસ સેવા શરૂ થવા જઈ રહી છે. સોમવારે 18 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે આ બસ સેવાની શરૂઆત ઇસ્કોન ક્રોસ રોડ ખાતેથી કરવામાં આવશે.
શહેરીજનોને સ્વચ્છ, આરામદાયક અને પ્રદૂષણરહિત જાહેર પરિવહનની સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ સાથે આ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ બસનો રૂટ ઈસ્કોન ક્રોસ રોડ, ઈસરો, સ્ટાર બજાર, હિંમતલાલ પાર્ક , યુનિવર્સિટી, મેમનગર, શાસ્ત્રીનગર , RTO સર્કલ અને અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ સુધીનો રહેશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના સંક્રમણને પગલે લોકડાઉન અમલી બન્યા પછી AMC દ્વારા AMTS અને BRTS બસ સેવા બંધ કરવામાં આવી હતી અને લગભગ દોઢ વર્ષ પછી એરપોર્ટ અને ઈસ્કોન સર્કલ સુધીની બસ સેવાનો પુનઃપ્રારંભ થશે.
આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટમાં 7 નવા ન્યાયાધીશોની નિમણૂક, બે મહિલા જજનો પણ સમાવેશ
આ પણ વાંચો : Vaccination: ગુજરાતના 95 ટકા લોકોને ડિસેમ્બર માસ સુધી કોરોના રસીના બંને ડોઝ આપવા કવાયત
Published On - 12:43 pm, Sun, 17 October 21