Breaking News Cyclone Biporjoy : વાવાઝોડાની અસર હેઠળ આજે ઉત્તર ગુજરાતના સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

|

Jun 16, 2023 | 7:38 AM

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ આજે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો કચ્છ, મોરબી, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

Breaking News Cyclone Biporjoy : વાવાઝોડાની અસર હેઠળ આજે ઉત્તર ગુજરાતના સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
Rain

Follow us on

Cyclone Biporjoy : ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ આજે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો કચ્છ, મોરબી, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. રાજસ્થાનના દક્ષિણ ભાગમાં પણ અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાના તાંડવ વચ્ચે અસંખ્ય વૃક્ષોનો ખુરદો, મકાનોના છાપરા ઉડ્યા, જુઓ નુક્સાની વેરતા VIDEO

બિપરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર, કચ્છમાંથી પસાર થઈ ગયું છે. ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાવાઝોડાની અસર હેઠળ કેટલાક સ્થળે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં કેટલાક સ્થળે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી અને અમદાવાદમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આજે સાંજ સુધી બિપોરજોય વાવાઝોડું દક્ષિણ રાજસ્થાન તરફ જઈને ડિપ્રેશનમાં પરિણામી પૂર્ણ થશે.

IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો

જામનગરમાં જોવા મળી બિપરજોય વાવાઝોડાની અસર

તો જામનગરના કાલાવડ તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં આવેલી વાડી વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે. તાલુકાના ખાનકોટડા,બાગા,બેરાજા ,ધૂળશિયા, ઘુતારપર સહિત અનેક ગામોમાં વાવાઝોડાની અસર જોવા મળી છે. ભારે પવનના લીધે અનેક થાંભલા પડી ગયા છે. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ભારે પવનના લીધે અનેક વિજપોલ અને વાયર તૂટી ગયાના દ્રશ્ય સામે આવ્યા છે. વિજપોલ તૂટવાના સમાચાર મળતા જ કાલાવડ PGVCLની ટીમ ગ્રામ્યવિસ્તારોમાં જવા રવાના થયા છે. PGVCLની ટીમ દ્વારા વીજ પુરવઠો ફરી શરૂ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 6:46 am, Fri, 16 June 23

Next Article