અમદાવાદમાં નરોડામાં ફાયર સ્ટેશનની સામે આવેલી શિવકૃપા જ્વેલર્સમાં બે બુકાનીધારી લૂંટારૂઓએ ધાડ પાડી હતી. બાઈક પર આવેલા બુકાનીધારીઓએ ગન બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો. આ ઝપાઝપીમાં એક યુવકને ઈજા પણ પહોચી હતી. ઘટનાને પગલે પોલીસની ચારથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસને જોઈ ઘટનાસ્થળેથી લૂંટારૂઓ ત્યાંથી ભાગ્યા હતા.
આ સમગ્ર લૂંટની ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાઈક પર આવેલા લૂંટારૂઓએ જ્વેલર્સમાં બંદૂક બતાવી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે લૂંટને અંજામ આપે તે પહેલા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા જમા થઈ જતા લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે પોલીસની ચારથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.
જ્વેલર્સના માલિકના જણાવ્યા અનુસાર સવારે 10 વાગ્યા આસપાસ આ લૂંટારૂઓ બંદુક સાથે ત્રાટક્યા હતા. 9 વાગ્યે જ્વેલરી શોપ ખુલી હતી અને માલિક દુકાન જમાવી રહ્યા હતા, તે સમયે બે લૂંટારૂ આવ્યા અને બંદુકની અણી બતાવી હતી. તેમને બંદુક બતાવી કહ્યુ અવાજ ન કરતા, જે હોય તે બધો માલ આપી દો.
લૂંટારૂઓએ દાગીના ભરેલો થેલો ખેંચ્યો હતો જેનો વિરોધ કરતા લૂંટારૂઓએ માથામાં ઈજા પહોંચાડી હતી.લૂંટારૂઓના હુમલામાં ભોગ બનનાર સંજય નામના યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમને માથામાં ટાંકા આવ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 11:33 am, Sat, 1 April 23