Breaking News : ગુજરાતની અંદર NIAનું પોલીસ સ્ટેશન સ્થપાશે

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી હવે ગુજરાતમાં જ ફરિયાદ દાખલ કરશે. કારણકે હવે અમદાવાદમાં NIAનું પોલીસ સ્ટેશન સ્થપાશે. અમદાવાદના જગતપુર ખાતે NIAના પોલીસ સ્ટેશનની સ્થાપના કરાશે. ગુજરાત સરહદી રાજ્ય હોવાથી ગૃહ વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે.

Breaking News : ગુજરાતની અંદર NIAનું પોલીસ સ્ટેશન સ્થપાશે
| Updated on: May 03, 2023 | 1:42 PM

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી હવે ગુજરાતમાં જ ફરિયાદ દાખલ કરશે. કારણકે હવે અમદાવાદમાં NIAનું પોલીસ સ્ટેશન સ્થપાશે. અમદાવાદના જગતપુર ખાતે NIAના પોલીસ સ્ટેશનની સ્થાપના કરાશે. ગુજરાત સરહદી રાજ્ય હોવાથી ગૃહ વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે. દેશની સુરક્ષા સાથે રાજયની અંદર પણ આવી જ રીતે ગુનાઓની તપાસ કરવા NAIનું પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવશે.

અક્ષરધામ પર થયેલા આતંકી હુમલામાં NIA દ્વારા તપાસ થઈ હતી

NIA દ્વારા છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વિવિધ મુદ્દે તપાસ ચાલી રહી છે. ટેરર ફંડિંગ, દેશ વિરોધી પ્રવુતિ વગેરે બાબતોની તપાસના મુદ્દે NIA દ્વારા ગુજરાતમાં તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનુ છે કે ભૂતકાળમાં અક્ષરધામ પર થયેલા આતંકી હુમલામાં NIA દ્વારા તપાસ થઈ હતી. અમદાવાદમાં સ્થાપનાર પોલીસ સ્ટેશનનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાતમાં રહેશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા NIAના વાહનોને ટોલમુક્તી આપવાનો પણ નક્કી કરવામાં આવ્યું છે. 8 જેટલા વાહનોને ટોલમુક્તી અપવા પરિપત્ર પણ કરી દેવાયો છે.

શું છે NIA ?

લહભાગ છેલ્લા ઘણા વર્ષોથી, ભારત સરહદો પારથી આયોજિત થતાં કાવતરા અને આતંકવાદનો શિકાર બનતું આવ્યું છે. આતંકવાદી હુમલાઓની અસંખ્ય ઘટનાઓ ભારત સાથે બની ચૂકી છે, માત્ર આતંકવાદ અને બળવાથી પ્રભાવિત વિસ્તારો અને ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોમાં જ નહીં, પરંતુ અંતરિયાળ વિસ્તારો અને મોટા શહેરોના વિવિધ ભાગોમાં આતંકવાદી હુમલાઓ અને બોમ્બ વિસ્ફોટો વગેરેના સ્વરૂપમાં પણ છે.

આ પણ વાંચો : નરોડા ગામ હત્યાકાંડ કેસમાં કોર્ટનું અવલોકન, ફરિયાદી પક્ષ સાબિત નથી કરી શક્યો ગુનાહિત કાવતરું

સરકારે સંબંધિત મુદ્દાઓની યોગ્ય વિચારણા અને તપાસ કર્યા પછી, તપાસ માટે ચોક્કસ અધિનિયમો હેઠળ ચોક્કસ કેસ હાથ ધરવા માટેની જોગવાઈઓ સાથે, સમવર્તી અધિકારક્ષેત્ર માળખામાં રાષ્ટ્રીય તપાસ એજન્સીની સ્થાપના માટે જોગવાઈઓ કરવા માટે કાયદો ઘડવાની દરખાસ્ત કરી. તે મુજબ NIA એક્ટ 31 ડિસેમ્બર 2008 ના રોજ ઘડવામાં આવ્યો અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) નો જન્મ થયો. હાલમાં NIA ભારતમાં સેન્ટ્રલ કાઉન્ટર ટેરરિઝમ લો એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે કાર્યરત છે. ગુજરાતમાં હવે આ મથક સ્થપાતા ગુજરતાના ગુનાઓની તપાસ ઝડપી બનશે તેવું અનુમાન લ્ગવવામાં આવી રહ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 10:35 am, Wed, 3 May 23