Breaking News: દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટે ફટકાર્યો દંડ, PM મોદીની ડિગ્રી અંગે RTI દ્વારા માગી હતી માહિતી

Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની MAની ડિગ્રી અંગે RTI દ્વારા માહિતી માગવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે કેન્દ્રીય માહિતી પંચના 2016ના એ આદેશને રદ કર્યો છે. જેમા ગુજરાત યુનિવર્સિટીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર ડિગ્રી અંગે જાણકારી આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ સાથે હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને 25000નો દંડ ફટકાર્યો છે.

Breaking News: દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટે ફટકાર્યો દંડ, PM મોદીની ડિગ્રી અંગે RTI દ્વારા માગી હતી માહિતી
| Edited By: | Updated on: Mar 31, 2023 | 5:19 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની MAની ડિગ્રી અંગે RTI દ્વારા માહિતી માગવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે કેન્દ્રીય માહિતી પંચના 2016ના એ આદેશને રદ કર્યો છે. જેમા ગુજરાત યુનિવર્સિટીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર ડિગ્રી અંગે જાણકારી આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ સાથે હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને 25000નો દંડ ફટકાર્યો છે.

ગુજરાત હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને ફટકાર્યો 25000નો દંડ

આ કેસમાં ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે વર્ષ 2016માં જ ડિગ્રી ઓનલાઈન મુકી દેવામાં આવી હતી. કોઈપણ વિદ્યાર્થી માટે ડિગ્રી એ અંગત માહિતી કહેવાય અને માહિતી અધિકારના કાયદામાં અંગત માહિતી આપવા ઉપર બાધ છે. જ્યાં સુધી એ અંગત માહિતી જાહેર હિત અથવા જાહેર બાબતને લગતી ન હોય ત્યાં સુધી આવી માહિતી જાહેર કરી શકાય નહીં.

આ સમગ્ર મામલે મૂળ એવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તરફથી હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે ચીફ ઈન્ફોર્મેશન કમિશનરનો હુકમ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)ને છે. ગુજરાત યુનિવર્સિટીને આ મુદ્દે કશું કહેવાનું થતુ નથી. ગુજરાત યુનિવર્સિટી ખુદ એક પબ્લિક ઓથોરિટી હોવાથી આ પ્રકારનો બચાવ કરી શકે નહીં.

આ કેસમાં તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી તરફથી દેશના સોલિસીટર જનરલ હાજર થયા હતા.

આ પણ વાંચો: PM Modiની ડિગ્રીની જાણકારી આપવામાં આવે કે નહીં, ગુજરાત હાઇકોર્ટે સુરક્ષિત રાખ્યો નિર્ણય

ગુજરાત રાજ્ય કાનુની સેવા સતા મંડળમાં દંડ જમા કરવા આદેશ

આજે આ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં થયેલી હિયરીંગ દરમિયાન હાઈકોર્ટે કેન્દ્રીય માહિતી આયોગ(Central Information Commission)ના 2016ના એ આદેશને રદ કર્યો છે. જેમા ગુજરાત વિશ્વવિદ્યાલયને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને PM નરન્દ્ર દામોદર મોદીના નામ પર ડિગ્રી વિશએ જાણકારી આપવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે આ કેસમાં કેજરીવાલને 25000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કેજરીવાલને આ દંડ ગુજરાત રાજ્ય કાનુની સેવા સતા મંડળને જમા કરવાનો નિર્દેશ કરાયો છે.

દેશને એ જાણવાનો પણ અધિકાર નથી કે તેમના પીએમ કેટલુ ભણ્યા છે? -અરવિંદ કેજરીવાલ

 

હાઈકોર્ટના આ નિર્ણય પર અરવિંદ કેજરીવાલે ટ્વીટ દ્વારા પ્રતિક્રિયા આપી કે કે શું દેશને એ જાણવાનો પણ અધિકાર નથી કે તેમના પ્રધાનમંત્રી કેટલુ ભણ્યા છે? કોર્ટમાં તેમણે ડિગ્રી બતાવવા અંગે વિરોધ કર્યો. શા માટે? અને શું તેમની ડિગ્રી જોવાની માગ કરનારા પર દંડ લગાવી દેવામાં આવશે? આ થઈ શું રહ્યુ છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 3:13 pm, Fri, 31 March 23