Breaking News : AAP નેતા ઇસુદાન ગઢવી વિરુદ્ધ સાયબર ક્રાઇમ બ્રાંચમાં નોંધાઈ ફરિયાદ, વિવાદિત કર્યુ હતુ ટ્વિટ,જુઓ Video

|

May 01, 2023 | 11:39 AM

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની મુશ્કેલીમાં વધારો થયો છે. ઈસુદાન ગઢવી વિરૂદ્ધ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે. ઈસુદાન ગઢવીએ પીએમ મોદીના મનકી બાત કાર્યક્રમના ખર્ચ અંગે એક ટ્વીટ કર્યું હતું.

Breaking News : AAP નેતા ઇસુદાન ગઢવી વિરુદ્ધ સાયબર ક્રાઇમ બ્રાંચમાં નોંધાઈ ફરિયાદ, વિવાદિત કર્યુ હતુ ટ્વિટ,જુઓ Video
Isudan Gadhvi

Follow us on

એક વિવાદિત ટ્વીટના કારણે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની મુશ્કેલીમાં વધારો થયો છે. ઈસુદાન ગઢવી વિરૂદ્ધ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે. ઈસુદાન ગઢવીએ પીએમ મોદીના મનકી બાત કાર્યક્રમના ખર્ચ અંગે એક ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વીટર પર લખ્યું હતું કે- ” મન કી બાતનો એક દિવસનો ખર્ચ 8.3 કરોડ છે.  100 એપિસોડના 830 કરોડ આપણા ટેક્સના ફૂંકી માર્યા હવે તો હદ થાય છે. ભાજપના કાર્યકરોએ જાગીને આ અંગે વિરોધ કરવાની જરૂર છે.”

આ પણ વાંચો : Ahmedabad: વિકટ સંજોગોનો સામનો કરતા કોઈ ઋણાનુબંધથી ઘરડાઘરમાં આવી ગયેલી દીકરી સલોની બની નવવધૂ, જુઓ આ લાગણીસભર પ્રસંગોની તસવીરો

તેમણે આ ટ્વીટ કર્યા બાદ તેને ડિલિટ પણ કરી દીધુ હતું. પરંતુ PIB ફેક્ટચેક નામના ટ્વીટર એકાઉન્ટે સત્ય હકીકત ચકાસીને ઈસુદાને રજૂ કરેલી માહિતી ખોટી હોવાનો દાવો કર્યો છે. PIB ફેક્ટચેક પ્રમાણે, રૂપિયા 8.3 કરોડ એ મન કી બાત કાર્યક્રમ માટે અત્યાર સુધીની જાહેરાતોનો કુલ આંકડો છે. એક એપિસોડ માટેનો ખર્ચ કરવામાં આવ્યો નથી.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવી સામે શું ટિપ્પણી કરી હતી ?

થોડા દિવસો પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા AAP નેતા ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવી સામે ટિપ્પણી કરી હતી. ગોપાલ ઈટાલિયાએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સામે ડ્રગ્સ મામલે એક ટિપ્પણી કરી હતી. આ બાદ આ મામલે સુરતમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગોપાલ ઈટાલિયાએ ટિપ્પણી કરતા હર્ષ સંઘવીને ‘ડ્રગ્સ સંઘવી’ કહ્યા હતા.

આ સાથે તેમણે કહ્યુ હતુ કે, ગૃહમંત્રીને ભગવાન ગણપતિ સદબુદ્ધિ આપે, મારા પર FIR કરવાથી અદાણી પોર્ટ પર આવતું ડ્રગ્સ બંધ નહીં થાય. મેં જીવનમાં ક્યારેય નશો કર્યો નથી, નશો વેચ્યો નથી, છતાં મારા ફરિયાદ કરી રહ્યા છે. તેથી લાગી રહ્યું છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. ગોપાલ ઇટાલિયાની આવી ટિપ્પણી બાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં તેમની સામે બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હતી.

AAP નેતા ગોપાલ ઈટાલિયા સામે નોંધાઈ હતી ફરિયાદ

આ અગાઉ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી અમિત આહિરે આરોપ લગાવ્યો હતો કે,જાહેર સભામાં ભગવાન શ્રી કષ્ણને તેઓએ રાક્ષસો સાથે સરખાવીને સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાવી હતી. મહત્વનું છે કે, ભાવનગર શહેરના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. પોલીસે IPC 295A અને IPC 298 ની કલમ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 10:26 am, Mon, 1 May 23

Next Article