Breaking News : કંપની સેક્રેટરીના પરિણામમાં અમદાવાદના વિદ્યાર્થીઓનો ડંકો, ટોપ-10માં અમદાવાદના 3 વિદ્યાર્થીઓ

કંપની સેક્રેટરીમાં ગુજરાતનું એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં મોડ્યુલ-1નું પરિણામ 8.90% અને મોડ્યુલ-2નું પરિણામ 14.02% આવ્યું છે. તો પ્રોફેશનલ પ્રોગ્રામમાં મોડ્યુલ-1નું પરિણામ 7.79%, મોડ્યુલ-2નું 6.09% અને મોડ્યુલ-3નું પરિણામ 14.05% જાહેર થયું છે.

Breaking News : કંપની સેક્રેટરીના પરિણામમાં અમદાવાદના વિદ્યાર્થીઓનો ડંકો, ટોપ-10માં અમદાવાદના 3 વિદ્યાર્થીઓ
CS result
| Edited By: | Updated on: Aug 25, 2023 | 8:42 PM

Ahmedabad : જુન 2023માં લેવાયેલા કંપની સેક્રેટરીના (Company Secretary) એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પ્રોગ્રામના પરિણામો જાહેર થયા છે. જેમાં પ્રોફેશનલ પ્રોગ્રામમાં ઓલ ઇન્ડિયા લેવલ પર અમદાવાદની જેની પંચમટિયા બીજા ક્રમે આવી છે. તો એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ ટોપ-10માં અમદાવાદના 3 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં ત્રીજા નંબર પર રોહન પંજવાણિ, છઠ્ઠા પર સાહિલ પટેલ અને 10મા નંબરે આશ્લેષા પ્રજાપતિ છે.

આ પણ વાંચો લોકસભા ચૂંટણી પહેલા ભાજપનું મતદાર જાગૃતિ અભિયાન, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યુ-લોકશાહી વધુ મજબૂત કરવા મતદાર નોંધણી જરુરી, જૂઓ Video

કંપની સેક્રેટરીમાં ગુજરાતનું એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં મોડ્યુલ-1નું પરિણામ 8.90% અને મોડ્યુલ-2નું પરિણામ 14.02% આવ્યું છે. તો પ્રોફેશનલ પ્રોગ્રામમાં મોડ્યુલ-1નું પરિણામ 7.79%, મોડ્યુલ-2નું 6.09% અને મોડ્યુલ-3નું પરિણામ 14.05% જાહેર થયું છે.

ટોપ-10માં અમદાવાદના 3 વિદ્યાર્થીઓએ બાજી મારી

કંપની સેક્રેટરીના પરિણામમાં અમદાવાદના વિધાર્થીઓએ ડંકો વગાડ્યો છે. ત્યારે પ્રોફેશનલ પ્રોગ્રામના પરિણામમાં ઓલ ઇન્ડિયા લેવલ પર અમદાવાદની જેની પંચમટિયા બીજા ક્રમે આવી દેશમાં ડંકો વગાડ્યો છે. ત્યારે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામના પરિણામમાં ટોપ-10માં અમદાવાદના 3 વિદ્યાર્થીઓએ બાજી મારી છે.

ટોપ-10માં આવેલ અમદાવાદના સાહિલ પટેલે જણાવ્યું કે, સારૂં પરિણામ મેળવવા સખત મહેનત જરૂરી છે. અને તેથી જ મેં એક્ઝિક્યુટિવની બંને મોડ્યુલની પરિક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે. આ ઉપરાંત જણાવ્યું કે આપણા ટીચર જે સલાહ આપે તેને અનુસરવી તો ચોક્કસ સફળતા મળે છે.

આ ઉપરાંત ટોપ-10માં સ્થાન મેળવનાર આશ્લેષા પ્રજાપતિ જણાવ્યું કે, સખત મહેનતના કારણે મારી ધારણાથી પણ વધારે મને પરિણામ મળ્યું છે. આ માટે મેં 10-12 કલાક સખત મહેનત કરી છે અને આજ તેનું પરિણામ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:47 pm, Fri, 25 August 23