મહાઠગ કિરણ પટેલના સાગરિતો પર EDની મોટી કાર્યવાહી સામે આવી છે. અમદાવાદ, ગાંધીનગર, મોરબી સહિત 12 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. કિરણ પટેલનાં સાથી જય સીતાપરા, હાર્દિક ચંદ્રાણા, વિઠ્ઠલ પટેલ, અમિત પંડ્યા અને પિયુષ વસીટાને ત્યાં સર્ચ હાથ ધરાયું છે. જમ્મુ-કાશ્મીર પોલીસની ફરિયાદનાં આધારે EDએ કરી કાર્યવાહી છે.
મહાઠગ કિરણ પટેલ મામલે ED દ્વારા એચએએલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 12 સ્થળોએ EDની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, મોરબી અને મહેસાણામાં સર્ચની કાર્યવાહી હાલ ચાલી રહી છે. કિરણ પટેલનાં સાથીઓને ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. જય સીતાપરા, હાર્દિક ચંદ્રાણા, વિઠ્ઠલ પટેલ ,અમિત પંડ્યા અને પિયુષ વસીટાને ત્યાં ED સર્ચની કાર્યવાહી કરી રહી છે. મહત્વનુ છે કે જમ્મુ-કાશ્મીર પોલિસની ફરિયાદનાં આધારે ED કાર્યવાહી કરી રહી છે. કિરણ પટેલ રીઢો ગુનેગાર હોવાનો તપાસમાં ખુલાસો થયો છે.
આ પણ વાંચો : મહાઠગ કિરણ પટેલને ગુરુવારે મોડી સાંજે અમદાવાદ લવાશે, ક્રાઇમ બ્રાંચની ટીમ જમ્મુ કાશ્મીર પહોંચી
ગુજરાતના ઠગ કિરણ પટેલે PMOના અધિકારી હોવાનુ કહીને કેટલાય લોકોને છેતર્યા હોવાની એક ઘટના સામે આવી હતી. જે પછી સતત મહાઠગના કારનામા એક પછી એક બહાર આવી રહ્યા છે. મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. જે પછી કિરણ પટેલની પત્ની માલિની પટેલની, અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાંચ દ્વારા માલિનીની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરવામાં આવી હતી. પતિ કિરણ પટેલ સાથે મળીને માલિની પટેલે અમદાવાદના પોશ વિસ્તારમાં આલિશાન મકાન પડાવવાનો કારસો રચ્યો હોવાનું ખુલ્યું હતું.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો
Published On - 6:42 pm, Sat, 20 May 23