Breaking News : ગુજરાત પર તોળાઈ રહેલા સંકટ વચ્ચે આજથી અમદવાદના સાબરમતી રિવરફ્રન્ટ સહિત અનેક પર્યટન સ્થળ બંધ

|

Jun 15, 2023 | 7:53 AM

ગુજરાતમાં તોળાઈ રહેલા સંભવિત સંકટના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. બિપરજોય વાવાઝોડાને પગલે આજથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ અને અટલબ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Breaking News : ગુજરાત પર તોળાઈ રહેલા સંકટ વચ્ચે આજથી અમદવાદના સાબરમતી રિવરફ્રન્ટ સહિત અનેક પર્યટન સ્થળ બંધ
Cyclone Biporjoy

Follow us on

ગુજરાતમાં તોળાઈ રહેલા સંભવિત સંકટના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. બિપરજોય વાવાઝોડાને પગલે આજથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ અને અટલબ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMCએ સાવચેતીના પગલારૂપે 15 જૂનથી ગુરૂવારના રોજ બપોરે 2 વાગ્યાથી 16 જૂન શુક્રવાર સુધી રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનોડ, અટલબ્રિજ અને કાંકરિયા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે કિડ્સ સિટી, પ્રાણીસંગ્રહાલય, બાલવાટીકા, નગીનાવાડી, બટરફલાય પાર્ક સહિત અન્ય તમામ રિક્રીએશન એક્ટિવીટીઝ બંધ રહેશે.

આ પણ વાંચો: Breaking News : રાજ્ય પર Cyclone Biparjoyનું જોખમ, જખૌથી 220 કિમી જ દૂર છે સંકટ

જાણો આજની બિપરજોય વાવાઝોડાની સ્થિતિ

ગુજરાતમાં તોળાઈ રહેલા સંભવિત સંકટના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. તેવામાં બિપરજોય વાવાઝોડું જખૌના દરિયાકાંઠેથી 220 કિમી દૂર છે. દ્વારકાથી 230 અને નલિયાથી 240 કિલોમીટર દૂર છે. જ્યારે પોરબંદરથી 300 કિલોમીટર દૂર છે. બિપરજોય વાવાઝોડુ 7 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 27-11-2024
#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024

ગુજરાતના દરિયાકાંઠાના તમામ સ્થળો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આજે સાંજે જખૌ બંદર પરથી પસાર થશે ‘બિપરજોય’ વાવાઝોડું.16 જૂને જામનગર, દ્વારકા, કચ્છમાં 125થી 135 કિમી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તો કચ્છમાં NDRFની કુલ 6 ટીમો તૈનાત કરવામાં આવી છે. જ્યારે કચ્છ જિલ્લાના 131 ગામોમાં અંધારપટ છવાયો છે. વાવાઝોડાથી ભયગ્રસ્ત કચ્છ, સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં નવા 242 ગામોમાં વીજળી પુરવઠો ખોરવાયો છે.

CM ભૂપેન્દ્ર પટેલે દરિયાકાંઠાના 164 ગામોનો કર્યો સીધો સંપર્ક

તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાવાઝોડાથી સંભવિત પ્રભાવિત થનારા દરિયાકિનારાના ગામડાઓ સાથે સીધો સંપર્ક કરી સ્થિતિ અંગે માહિતી મેળવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ ડેશબોર્ડના માધ્યમથી દરિયાકાંઠાના 164 ગામોનો સંપર્ક કર્યો. મુખ્યમંત્રી દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ અને ગીર સોમનાથ જિલ્લાના સરપંચો સાથે વાતચીત કરી તેમને સ્થળાંતર અંગેની તથા વાવાઝોડા સામે સાવચેતીની સમજ આપી. સાથે જ સીએમે અસરગ્રસ્ત ગામોમાં સંદેશા વ્યવહાર જળવાઇ રહે એ માટે કલેક્ટરોને પણ સૂચના આપી.

સી.એમ. ડેશબોર્ડ દ્વારા બિપોરજોય વાવાઝોડાની સંભવિત આપત્તિને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાથી 0 થી 5 તથા 5 થી 10 કિ.મી. વિસ્તારના 164 ગામોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સરપંચોને સ્થળાંતર અંગેની તથા વાવાઝોડા સામે સાવચેતીની સમજ આપવામાં આવી હતી

 

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:25 am, Thu, 15 June 23

Next Article