Breaking News : અમદાવાદમાં રૂ. 13.50 કરોડના 25 કિલો સોનાની લૂંટ, ભાગી છુટેલા 5 આરોપીને પકડવા ક્રાઈમ બ્રાન્ચ મેદાને, જુઓ Video

|

Mar 31, 2023 | 11:43 AM

અમદાવાદથી મુંબઈ સોનું લઈ જવાતા પહેલા જ આરોપીઓ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આરોપીઓએ રસ્તા વચ્ચે બસ રોકાવી 13.50 કરોડનું 25 કિલો સોનું લઈ ફરાર થઈ ગયા હતા.

અમદાવાદમાં ફરી એકવાર લૂંટની ઘટના બની છે. અમદાવાદથી મુંબઈ સોનું લઈ જવાતા પહેલા જ આરોપીઓ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આરોપીઓએ રસ્તા વચ્ચે બસ રોકાવી 13.50 કરોડનું 25 કિલો સોનું લઈ ફરાર થઈ ગયા હતા. જેની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પોંહચી હતી. ક્રાઇમબ્રાંચે 5 આરોપીની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ સહિતના શહેરોમાં વાતાવરણમાં પલટો, હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની કરી આગાહી, જુઓ VIDEO

આરોપી બુલિયન વેપારી ત્યાં નોકરી કરતો

અમદાવાદમાં ચોરી કરનાર આરોપી બુલિયન વેપારી ત્યાં નોકરી કરતો હતો.  19 જાન્યુઆરીના રોજ અમદાવાદથી મુંબઈ લક્ષ્મી ટ્રાવેલ્સમાં બેસી આરોપી યશ પંડ્યા અને નિકિત મુંબઈના એક વેપારીને સોનું આપવા જઈ રહ્યા હતા. ત્યારે ભરુચ થી અંકલેશ્વર હાઈવે પાસે ચૌધરી પેલેસમાં બસ ચા- નાસ્તા માટે ઉભી રહી હતી. તે સમયે આરોપીએ 25 કિલો સોનું બસમાંથી ઉતારી ઇનોવા ગાડી લઈ આવેલા દીપ ઝાં, મોઇન અને નિકત સાળો સાથે સોનુ લઈ ફરાર થઈ ગયા હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

બે મહિના પહેલા બની હતી ઘટના

દીપ ઝાં, મોઇન અને નિકત સાળો ત્રણેય આરોપી ઈનોવા ગાડી લઈ બસનો પીછો કરી રહ્યાં હતા અને મોકો મળતા જ સોનું લઈ ફરાર થઈ ગયા હતા. લૂંટની ઘટનાના બે મહિના બાદ હનુમતે બુલિયનના માલિકે વિજય ઠુમરે ફરિયાદ નોંધાવી હતી. આરોપી છેલ્લા ઘણા મહિનાઓથી વેપારીને ત્યાં નોકરી કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે આરોપી પકડવા અલગ- અલગ ટીમ બનાવી તપાસ શરુ કરી છે.

 

અગાઉ પણ કરી હતી ચોરી

આરોપી યશે લગભગ દોઢ વર્ષ પહેલા 2 કિલો સોનું લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ આરોપીના પિતાને થતા આરોપીના પિતાએ સોનું પાછુ આપ્યું હતું.

રાજ્યમાં બનેલી લૂંટની ઘટના

આ અગાઉ સુરતના અમરોલીમાં વેપારીને બંધક બનાવી સોના ચાંદી સહિત રૂપિયા 25 થી લાખની ધાડ કરનાર ટોળકીને પોલીસે પકડી પાડી હતી. આરોપીઓએ ફરિયાદીને ફોન કરી બોલાવી પોતાના જ ઘરમાં 24 કલાક સુધી બંધક બનાવી ફરિયાદીના વેસુના ઘરની ચાવી લઈ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનામાં પોલીસે ચાર સગીર સહિત મહિલા મુખ્ય આરોપી સાથે તેના સાગીરકોની પોલીસે ધરપકડ કરી હતી.

સુરત શહેરના વેસુ કેનાલ રોડ વિસ્તારમાં રહેતા વેપારીને સ્પા ચલાવતી મહિલા સાથે મિત્રતા કરવાનું ભારે પડ્યું છે. વેપારીને બંધક બનાવી મહિલાએ તેના સાગરે કો સાથે મળી 25 લાખથી વધુની ધાડને અંજામ આપ્યો છે. વેપારી મહિલાના ઘરે તેમજ પોતાના ઘર લાવતો હતો અને તે દરમિયાન મહિલાએ વેપારીને એકલો રહેતો હોવાનો પણ ફાયદો ઉઠાવી તેના બે સગીર વયની પુત્રી સાથે મળી વેપારીને લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 9:24 am, Thu, 30 March 23

Next Article