Breaking News: અમદાવાદમાં એકતરફી પ્રેમીએ સગીરા પર ઝીંક્યા છરીના ઘા, પોલીસે યુવકની કરી ધરપકડ

|

Apr 13, 2023 | 12:30 PM

Ahmedabad: અમદાવાદમાં એકતરફી પ્રેમીએ 17 વર્ષિય સગીરા પર હિચકારો હુમલો કર્યો છે. વાડજમાં રહેતી સગીરા પર 35 વર્ષિય યુવકે છરીના ઘા ઝીંક્યા હોનાનુ સામ આવ્યુ છે. સગીરાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

Breaking News: અમદાવાદમાં એકતરફી પ્રેમીએ સગીરા પર ઝીંક્યા છરીના ઘા, પોલીસે યુવકની કરી ધરપકડ
છરીના ઘા ઝીંકનાર આરોપી

Follow us on

અમદાવાદમાં એકતરફી પ્રેમમાં સનકી પ્રેમીએ 17 વર્ષિય સગીરા પર હિચકારો હુમલો કર્યો. પ્રેમીએ વાડજ વિસ્તારમાં રહેતી સગીરા પર ઉપરાછાપરી છરીના ઘા ઝીંક્યા હતા. જેમા સગીરાને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે ફરિયાદને આધારે આરોપી યુવકને પકડી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સગીરાના ગળા પર છરીના ઘા મારી હત્યાનો કર્યો પ્રયાસ

આરોપી ભરત બોડાણ એકતરફી પ્રેમમાં પોતાની દીકરીની ઉંમરની સગીરાનું છરીથી ગળુ કાપી હત્યાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાની વિગત અનુસાર સગીરા અને તેનો પરિવાર 4 વર્ષથી વાડજ વિસ્તારમાં રહેવા આવ્યો હતો અપરણિત આરોપી ભરતની નજર સગીરા પર પડી હતી અને એક તરફી પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. બે વર્ષ પહેલા સગીરાને પામવા માટે પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ સગીરાએ ઇનકાર કરી દીધો હતો. આ દરમિયાન સગીરાના પિતાનું અવસાન થતાં આરોપી ભરતે પિતા વગરની દીકરીને પામવા ફરી એક વખત હેરાન કરવાનું શરૂ કર્યું.

ઉમરમાં 23 વર્ષ મોટો સનકી પ્રેમી સગીરા સાથે કરવા માગતો હતો લગ્ન

લગ્ન પ્રસ્તાવ લઈને સગીરાની માતા જોડે પહોંચી ગયો. આરોપી અને સગીરા વચ્ચે 23 વર્ષની ઉંમરેનો ફરક હતો જેથી તેની માતાએ લગ્ન કરવાની ના પાડી હતી. જેથી આરોપી ભરતે સગીરા સાથે લગ્ન નહિ થતા તેની હત્યાનું ષડ્યંત્ર રચ્યું. સગીરા ગત સાંજે શાકભાજી લેવા ઘરેથી નીકળી ત્યારે આરોપી છરી લઈ તેનો પીછો કર્યો અને તેના ગળાના હુમલો કર્યો હતો. આ ઘટના બાદથી સગીરાનો પરીવાર ભયભીત છે. પાગલ પ્રેમીને સજા મળે તેવી માંગ કરી રહ્યો છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

સગીરાઓ લગ્નનો પ્રસ્તાવ ન સ્વીકારતા હત્યાનો કર્યો પ્રયાસ

પકડાયેલ આરોપી ભરત છેલ્લા બે વર્ષથી સગીરાને પ્રેમ સંબંધ રાખવા માનસિક હેરાન કરતો હતો. ત્યારે સગીરાએ પોતાના પરિવારને ભરતના કરતુતની જાણ કરી હતી અને બન્ને પરિવાર વચ્ચે ઝઘડો પણ થયો હતો. એક તરફી પ્રેમમાં પાગલ થયેલા ભરતે સગીરાને પામવા માટે તેને પોતાની તમામ હરકતો પાર કરી દીધી હતી અને છેલ્લા એક મહિનાથી સતત સગીરનો પીછો કરતો હતો. જેથી સગીરાએ ઘરેથી નીકળતા પણ ડર લાગતો હતો. ફરી ઝઘડો ના થાય તેના ડર થી સગીરાએ ભરતના કરતૂતોની પરિવારજને જાણ કરી ન હતી.જેના કારણે આરોપી ભરતની હિંમત ખુલ્લી હતી અને તે સગીરાને આત્મહત્યા કરવાની કે તેની હત્યા કરી દેવાની ધમકી આપ્યા કરતો હતો.

વાડજ પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી ભરત અપરણિત છે અને છૂટક મજૂરી કરે છે સાથે જ દારૂનો નશો કરવાની ટેવ ધરાવે છે. હાલ આ કેસમાં પોલીસે એફ.એસ.એલની મદદ લઇ અને પ્રત્યક્ષદર્શીના નિવેદન લઈ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Published On - 10:16 am, Thu, 13 April 23

Next Article