Breaking Gujarat Talati Exam : રાજ્યમાં તલાટી કમ મંત્રી ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

આજે ગુજરાતમાં યોજાયેલી તલાટીની પરીક્ષા પૂર્ણ થઈ છે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરીક્ષા થઈ પૂર્ણ થઈ. પરીક્ષા આપીને પરીક્ષાર્થીઓ બહાર આવ્યા. જુનિયર ક્લાર્ક કરતા તલાટી કમ મંત્રી નું પેપર થોડુંક અઘરું રહ્યું હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યુ

Breaking Gujarat Talati Exam : રાજ્યમાં તલાટી કમ મંત્રી ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ
| Edited By: | Updated on: May 07, 2023 | 3:52 PM

Talati Exam 2023 : આજે ગુજરાતમાં યોજાયેલી તલાટીની પરીક્ષા પૂર્ણ થઈ છે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરીક્ષા પૂર્ણ થઈ. પરીક્ષા આપીને પરીક્ષાર્થીઓ બહાર આવ્યા. જુનિયર ક્લાર્ક કરતા તલાટી કમ મંત્રી નું પેપર થોડુંક અઘરું રહ્યું હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યુ. રાજ્યના 2697 કન્દ્ર પર આ પરીક્ષા યોજાઇ હતી. 12:30 વાગ્યે પરીક્ષા શરૂ થઇ ગઇ હતી જે 1:30 વાગ્યા સુધી ચાલી હતી.

આ પણ વાંચો : હાથમાં મહેંદી, પીઠી સાથે તલાટીની પરીક્ષા આપવા ભરુચથી સુરત પહોંચી કન્યા, જુઓ Video

રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ 30 જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ 2694 ૪ પરીક્ષા કેન્દ્રોના 28814 વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપી હતી. 3 હજાર 437 જગ્યાઓ માટે 8 લાખ 64 હજાર 400 ઉમેદવારો મહેનતની આજે સાચી કસોટી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કેમેરાની બાજ નજર વચ્ચે તલાટીની પરીક્ષા પૂર્ણ થઈ છે.

 

Published On - 1:58 pm, Sun, 7 May 23