બોટાદ ઝેરી દારુકાંડ: AMOS કંપનીના 4 ડાયરેક્ટર વિરૂદ્ધ લૂક આઉટ નોટિસ જાહેર, દેશના તમામ એરપોર્ટ પર ચારેયના નામનું એલર્ટ

|

Aug 02, 2022 | 12:29 PM

અગાઉ બરવાળા પોલીસ સ્ટેશનમાં (Barwala Police Station) સમીર પટેલ સહિત ચારેય ડાયરેક્ટરોને હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યુ હતું. પરંતુ સમીર પટેલ ચારેય ડાયરેક્ટરો સાથે ઉપસ્થિત રહ્યા ન હતા.

બોટાદ ઝેરી દારુકાંડ: AMOS કંપનીના 4 ડાયરેક્ટર વિરૂદ્ધ લૂક આઉટ નોટિસ જાહેર, દેશના તમામ એરપોર્ટ પર ચારેયના નામનું એલર્ટ
AMOS કંપનીના માલિક સમીર પટેલ શંકાના ઘેરામાં

Follow us on

બરવાળા ઝેરી કેમિકલ કાંડમાં (Hooch Tragedy) અમદાવાદની AMOS કંપની પર પોલીસે સકંજો કસ્યો છે. પોલીસે અમદાવાદની (Ahmedabad) AMOS કંપનીના 4 સંચાલકો સામે લૂક આઉટ નોટિસ જાહેર કરી છે. AMOS કંપનીના ચારેય સંચાલકોને પોલીસે સમન્સ પાઠવતા પોલીસ સ્ટેશન હાજર રહેવા જણાવ્યુ હતુ. જો કે સમીર પટેલ (Samir patel) સહિત ચારેય ડાયરેક્ટર પોલીસ સ્ટેશન હાજર થયા નથી. જેથી આ ચારેય ડાયરેક્ટર આગોતરા જામીન ન મળે તો દેશ છોડી ભાગી શકે તેવી શક્યતા છે. જેના પગલે દેશભરના એરપોર્ટ પર ચારેયના નામ સાથે એલર્ટ અપાયુ છે.

AMOSના ડાયરેક્ટર વિરુદ્ધ નોટિસ

બોટાદ ઝેરી દારુકાંડમાં 40થી વધુ લોકોનો ભોગ લેવાયો છે. આ સમગ્ર કેસમાં હવે અમદાવાદની AMOS કંપની પર તવાઇ બોલાવવામાં આવી છે. આ કંપનીમાંથી જ લેવાયેલુ કેમિકલ દારુકાંડમાં વપરાયુ હોવાનું સામે આવ્યુ છે, ત્યારે પોલીસે  AMOS કંપનીના 4 સંચાલકોને સમન્સ પાઠવ્યા છે. મિથાઈલ આલ્કોહોલ કાંડ માટે પોલીસે ઉદ્યોગપતિ અને AMOS કંપનીના મેનેજીંગ સમીર પટેલ તથા તેમની કંપનીના ત્રણ ડાયરેક્ટર પંકજ પટેલ, ચંદુ પટેલ અને રજીત ચોક્સીને લુક આઉટ નોટિસ ફટકારી છે. દેશ છોડીને ભાગી ન જાય તે હેતુથી લુકઆઉટ નોટિસ જાહેર કરી કાર્યવાહી આરંભી છે અને દેશના તમામ એરપોર્ટ પર આ અંગેની જાણકારી આપી દેવામાં આવી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સમીર પટેલની ભૂમિકા શંકાના ઘેરામાં

અગાઉ બરવાળા પોલીસ સ્ટેશનમાં સમીર પટેલ સહિત ચારેય ડાયરેક્ટરોને હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યુ હતું. પરંતુ સમીર પટેલ ચારેય ડાયરેક્ટરો સાથે ઉપસ્થિત રહ્યા ન હતા. કાર્યવાહીથી બચવા આ મહાનુભાવો આગોતરા જામીન ન મળે ત્યાં સુધી દેશ છોડી ભાગી શકે છે કે પછી ગુપ્ત સ્થળે છુપાઈ શકે છે. પરિણામે અગમચેતીના ભાગરૂપે એક તરફ લુકઆઉટ નોટિસ અંગેની કાર્યવાહી શરૂ કરી. આમ, લઠ્ઠાકાંડમાં નિવેદન નોંધાવવા માટે સમીર પટેલ હાજર ન રહેતા સમગ્ર પ્રકરણમાં તેની ભૂમિકા વધુ શંકાના ઘેરામાં આવી છે.

સવારથી જ ચારેય ડાયરેક્ટરના ઘરોમાં સર્ચ

મહત્વનું છે કે, અમદાવાદમાં AMOS કંપનીના માલિક સમીર પટેલના ઘર અને ઓફિસ પર પોલીસની (botad police) 10 ટીમો ત્રાટકી છે. વહેલી સવારથી જ સમીર પટેલ સહિતના ડિરેક્ટરના ઘરે સર્ચ કરાયું હતું. જો કે સમીર પટેલ ઘરે ન મળી આવતા પોલીસે પરિવારની પૂછપરછ સમન્સ પાઠવ્યું હતુ. તો ડારેક્ટર રજીત ચોકસી ઘર બંધ કરી ફરાર થઇ જતા તેના ઘર બહાર નોટિસ લગાવવામાં આવી હતી. તો ડારેકટર પંકજ પટેલ અને ચંદુ પટેલને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યુ હતુ.

Next Article