ગુજરાતના (Gujarat) બોટાદમાં(Botad Hooch Tragedy) સર્જાયેલા ઝેરી દારૂકાંડમાં 42 લોકોના મૃત્યુ થયા છે. જેમાં વપરાયેલા મીથેનોલ કેમિકલને અમદાવાદની એમોસ કંપનીમાંથી(AMOS) ચોરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી હતી. જે કંપનીની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગઇકાલે તપાસ હાથ ધરી હતી. જેની બાદ આજે નશાબંઘી અને આબકારી વિભાગ હરકતમા આવ્યું છે. તેમજ એમોસ કંપનીમાં નશાબંઘી અને આબકારી વિભાગે તપાસ હાથ ધરી હતી. તેમજ કંપનીમાં રહેલ આશરે 5000 લીટર મીથેનોલ સીલ કર્યો અને કંમ્પનીનુ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ઘરી છે.
જેમાં સમગ્ર ઘટનામાં AMOS કંપનીમાંથી 600 લીટર મીથેનોલ સુપરવાઈઝર જયેશે ચોરી કરી મોકલ્યું હતું. તેમજ મીથેનોલની હેરફેર પર કોઈ અંકુશ ન હોવાથી 600 લીટર જેટલો મિથેનોલનો જથ્થો અમદાવાદથી બોટાદ પહોંચ્યો હતો. નશાબંધી અને આબકારી વિભાગની બેદરકારીના કારણે બનાવ બન્યો હોવાનો આક્ષેપ છે. ગુજરાતમા મીથેનોલનુ ઉત્પાદન થતુ નથી. તેમજ વિદેશમાથી ઈમ્પોર્ટેડ કેમીકલના વેચાણ માટે નશાબંઘી વિભાગ પરમીશન આપે છે..ગુજરાતમા M2 કેટેગરીમા 257 લાયસન્સ ઈશ્યુ કર્યા છે. જેમાથી અમદાવાદ જિલ્લામા 11 લાયસન્સ છે. જેમાંથી 11 પૈકી પીપળજની AMOS કેમીકલ કંપનીને પરમીશન આપવામા આવી હતી.મીથેનોલની પરમીશન આપનાર ફેક્ટરીનુ નીરીક્ષણ અને નીયત્રંણનુ નશાબંઘીએ ઘ્યાન રાખવાનુ હોય છે.પણ AMOS કંપનીમાં ધ્યાન ન રાખતા બનાવ બન્યો હોવાની વિગતો સામે આવી છે.
ગુજરાતમાં ઝેરી દારૂકાંડને પગલે પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં કેમિકલ ચોરી કરવાથી લઈ કેમિકલ વેચનાર તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જયારે રાજકોટથી લઈને સુરત અમદાવાદથી લઈને પંચમહાલ વડોદરાના કરજણથી લઈને સુરત શહેર અને પાંડેસરામાં પોલીસે દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડયા છે. આ અંગે ગૃહ વિભાગની પ્રેસ કોન્ફરન્સ માહિતી આપવામાં આવી છે. જેમાં આ ગુનામાં મુખ્ય આરોપીઓ સહિત 15 આરોપીઓ ઝડપાયા છે. તેમજ ગૃહમંત્રીએ હર્ષ સંઘવીએ જણાવ્યું કે 10 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવશે. તેમજ દેશી દારુનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે.
જયારે SITના રિપોર્ટ પ્રમાણે દોષિતો સામે પગલા લેવાશે. આ કેસમાં 475 લીટર કેમિકલ પોલીસે જપ્ત કર્યું છે. તેમજ આ વર્ષે દેશી દારુના કુલ 70 હજાર ગુનાઓ દાખલ કરાયા છે. તેમજ રૂપિયા 85 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જ્યારે 173 બુટલેગરોને તડીપાર કરવામાં આવ્યા છે. તેમજ આ લઠ્ઠો છે કે કેમિકલ અમે તેમાં પડવા માગતા નથી. આ કેસમાં પગલા લેવાની જવાબદારી અમારી છે અને ગુજરાત પોલીસ સક્ષમ છે.
Published On - 9:51 pm, Wed, 27 July 22