Ahmedabad Crime: નરોડા (Naroda) વિસ્તારમાં રહેતા 29 વર્ષીય અનિતાબેન વાઘેલાની સ્વપ્નિલ આર્કેડના બીજા માળે હત્યા કરેલી લોહી લુહાણ હાલતમાં ડેડ બોડી મળી આવતા નરોડા પોલીસને કંટ્રોલ મેસેજ મળ્યો હતો. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે જઈને તપાસ કરતા મૃતક અનિતાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી હતી. જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ તેજ કરી હતી.
ગુનાની વિગતવાર વાત કરીએ તો મૃતક અનિતાબેન વાઘેલા મંગળવાર સાંજે કામ પરથી ઘરે ન આવતા પરિવારજનો એ ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ કરી હતી. નરોડા પોલીસ ફરિયાદ આધારે મહિલાની તપાસ કરી રહી હતી ત્યારે કંટ્રોલ મેસેજ આવ્યો અને સ્વપ્નિલ અર્કેડમાંથી અનિતાબેન વાઘેલાની હત્યા કરેલી હાલતમાં લાસ મળી આવી.
પરિવારની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે મૃતક મહિલા ઘર અને ઓફિસોમાં સાફસફાઈનું કામ કરે છે અને હત્યા પહેલા છેલ્લે આજ કોમ્પલેક્ષનાં પાંચમા માળે ઓફિસમાં કામ કરીને નીકળી હતી. ત્યારે હવે પોલીસે 2 શકમંદોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.
આ જ પ્રકારે થોડા સમય અગાઉ અમદાવાદના(Ahmedabad)અસલાલીમાં મહીજડા ગામની સીમનાં ખેતરમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ(Dead Body) મળી આવ્યો હતો. પોલીસને જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ અન્ય એજન્સીઓ પણ મહિલાની ઓળખ મેળવવા અને કઈ રીતે મોત નીપજ્યું છે તે અંગે તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં પોલીસને પણ એમ લાગ્યું છે મહિલાની કુદરતી રીતે મોત થયું છે. જોકે મહિલાના પીએમ રિપોર્ટમાં પણ કોઈ ખાસ કારણ સામે આવ્યું હતું નહીં, પણ પોલીસે મહિલાના મોતનું કારણ જાણવા અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી હતી.
આ ઘટનામાં પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં મહિલાના ફોટો લગાડાવ્યા હતા જેથી મહિલાની ઓળખ થઈ શકે. અચાનક એક દિવસ એક વ્યક્તિનો પોલીસ પર ફોન આવે છે અને ફોટોમાં દેખાતી મહિલાને ઓળખો બતાવે છે. પછી તો પોલીસે પણ વધુ તપાસ કરતા અને જે ગામ માંથી મહિલાનો મૃતદેહ મળ્યો તે ગામના સરપંચ અને અન્ય લોકો થકી મહિલાની ઓળખ કરી અને પરિવારનો સંપર્ક કર્યો હતો. મહિલાના પરિવાર સાથેની તપાસમાં સામે આવ્યું કે મહિલા એકલવાયું જીવન જીવતી હતી.
આ પણ વાંચો : સુનિતા અગ્રવાલ બન્યા ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ
આ જ પ્રકારે નરોડા વિસ્તારની આ મહિલાના મૃતદેહને લઈ તપાસ શરૂ કરી છે. પોલીસ આ અંગે સઘન તપાસ માટે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી રહી છે.