ભાવનગર-ગાંધીગ્રામ દૈનિક સમર સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ આગામી 90 દિવસ માટે લંબાવવામાં આવી

|

Aug 01, 2023 | 7:25 AM

પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર-ગાંધીગ્રામ-ભાવનગર દૈનિક સમર સ્પેશિયલ ટ્રેનને 1 ઓગસ્ટથી આગામી 90 દિવસ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભાવનગર-ગાંધીગ્રામ દૈનિક સમર સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ આગામી 90 દિવસ માટે લંબાવવામાં આવી
Western Railway

Follow us on

Western Railway : મુસાફરોની સુવિધા માટે અને ટ્રેનોમાં (Train) વધારાનો ધસારો ઘટાડવા પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર-ગાંધીગ્રામ વચ્ચે વિશેષ ભાડા પર દરરોજ સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર-ગાંધીગ્રામ-ભાવનગર દૈનિક સમર સ્પેશિયલ ટ્રેનને 1 ઓગસ્ટથી આગામી 90 દિવસ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો Ahmedabad: વસ્ત્રાલમાં ટુંક સમયમાં થશે રસ્તાનું સમારકામ, રીંગરોડ પર કાયમી ખાડાની સમસ્યા થશે દૂર, જુઓ Video

ભાવનગર – ગાંધીગ્રામ દૈનિક સમર સ્પેશિયલ ટ્રેન (09216) ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દરરોજ 17.00 કલાકે ઉપડે છે અને 21.40 કલાકે ગાંધીગ્રામ સ્ટેશન પહોંચે છે. તેવી જ રીતે રિટર્નમાં ગાંધીગ્રામ-ભાવનગર દૈનિક સમર સ્પેશિયલ ટ્રેન (09215) ગાંધીગ્રામ સ્ટેશનથી દરરોજ 06.35 કલાકે ઉપડે છે અને ભાવનગર ટર્મિનસ 11.15 કલાકે પહોંચે છે. આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, સરખેજ અને વસ્ત્રાપુર સ્ટેશનો પર ઉભી રહે છે.

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ વધુ એક નિર્ણય લીધો છે. ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા પણ લંબાવવામાં આવ્યા છે. જેમાં ટ્રેન નંબર 09520/09519 ઓખા-મદુરાઈ વીકલી સ્પેશિયલ 8-8 ટ્રીપ્સ કરશે.

ટ્રેન નંબર 09520 ઓખા-મદુરાઈ સ્પેશિયલ જે અગાઉ 31મી જુલાઈ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 25મી સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે. આ દરમિયાન આ ટ્રેન ઓખાથી દર સોમવારે 22.00 કલાકે ઉપડશે અને ગુરુવારે 11.45 કલાકે મદુરાઈ પહોંચશે. આ ટ્રેનનું બુકિંગ 2જી ઓગસ્ટ, 2023થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે.

મદુરાઈ-ઓખા સ્પેશિયલ 29મી સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી

ટ્રેન નંબર 09519 મદુરાઈ-ઓખા સ્પેશિયલ જે અગાઉ 4 ઓગસ્ટ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 29મી સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે. આ દરમિયાન આ ટ્રેન મદુરાઈથી દર શુક્રવારે 01.15 કલાકે ઉપડશે અને રવિવારે 10.20 કલાકે ઓખા પહોંચશે.

ગાંધીનગર-વારાણસી સ્ટેશન યાર્ડ રિમોડલિંગના કામને કારણે સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

તો બીજી તરફ ટ્રેન નંબર 22468/22467 ગાંધીનગર-વારાણસી-ગાંધીનગર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન ઉત્તર રેલવેના વારાણસી સ્ટેશન યાર્ડના રિમોડલિંગના કામ માટેના એન્જિનિયરિંગ કામને કારણે રદ રહેશે. આ ટ્રેનની 5 ટ્રીપો જે 02 ઓગસ્ટ 2023થી 31 ઓગસ્ટ 2023 સુધી રદ રહેશે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article