તમે હુમલાના અનેક બનાવો સાંભળ્યા અને જોયા હશે, પણ અમદાવાદ (Ahmedabad) દાણીલીમડા વિસ્તારમાં એક ભિખારી પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે અને એ પણ 200 રૂપિયા હપ્તો નહિ આપતા હુમલો કરાયાનું સામે આવ્યું. જે ઘટનામાં દાણીલીમડા પોલીસે ફરિયાદ નોંધી હુમલો કરનારની ધરપકડ કરી લીધી છે.
દાણીલીમડા પોલીસને ફરિયાદ મળી હતી કે દાણીલીમડા વિસ્તારમાં આવેલ તીન બત્તી વિસ્તારમાં એક વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો છે. જે ઘટનામાં પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે તીન બત્તી વિસ્તારમાં અજય રાઠોડ નામના ભિખારી (Beggar) ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો છે. જે ઘટના આધારે પોલીસ (police) તપાસ કરતા હુમલો કરનારનું નામ સૌકત અલી અંસારી સામે આવ્યું. જેથી દાણીલીમડા પોલીસે તેની ધરપકડ કરી લીધી.
પોલીસે સૌકત અલીની ધરપકડ કરી પૂછરપછ કરતા સામે આવ્યું કે સૌકત ભોગ બનનાર ભિખારી પાસે દરરોજના 200 રૂપિયા હપ્તો (installment) ઉઘરાવતો હતો. છેલ્લા 2 થી 4 મહિનાથી તેની આ પ્રવૃત્તિ ચાલતી હતી. જોકે ગત રોજ બનેલી ઘટનામાં ભીખારીએ 200 રૂપિયા હપ્તો નહિ આપી શકતાનું જણાવતા સૌકત અલી કે જે તેની પાસે તીક્ષ્ણ હથિયાર રાહતો હોય છે. તે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો. જેમાં ભિખારીને ઇજા થઇ અને સૌકત ફરાર થઇ ગયો. જોકે પોલીસ ફરિયાદ નોંધાતા સૌકત વધુ સમય છુપાયેલો ન રહ્યો અને તે પકડાઈ ગયો.
દાણીલીમડા (Danilimda) માં સામે આવેલી આ ઘટનામાં એ પણ આશંકા સેવાઈ રહી છે કે માત્ર આ એક ભિખારી નહિ પણ અન્ય ભિખારી પાસેથી પણ આ રીતે હપ્તા ઉઘરાવવામાં આવી રહ્યા હોઈ શકે છે. શહેરમાં આવું હપ્તારાજ ચાલી રહ્યું છે કે કેમ તેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ અ પણ શોધી રહી છે કે સૌકત અલી કે અન્ય કોઈ શખ્સો કેટલા ભિખારી પાસેથી કેટલા હપ્તા કેટલા સમયથી ઉઘરાવતા હતા. ત્યારે હાલ પોલીસે પકડાયેલ શખ્સના રિમાન્ડ મેળવવા સહિતની તજવીજ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચોઃ CORONA: જાન્યુઆરીમાં રેલવેની રાજકોટ ડિવીઝનની 62 હજાર ટિકીટ રદ્દ, રેલવેએ 4 કરોડથી વધુનું રિફંડ આપ્યું
આ પણ વાંચોઃ Surat : ડોનેટ લાઇફ દ્વારા સુરતમાંથી હાથનું દાન કરાવવાની બીજી ઘટના
Published On - 3:50 pm, Sat, 22 January 22