ગુજરાતના સાણંદમાં( Sanand) ઋણ વસૂલી અધિકરણ -1 દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે પ્લોટની ઇ- હરાજીની( E-Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં પુષ્પરાજ વિલેજ, સેક્ટર -4, નળસરોવર રોડ ,કુંડલ ગામે પ્લોટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેનું કુલ ક્ષેત્રફળ 6896 સ્કેવર મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 58,60,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 5,86,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ 50,000 છે. જેની નિરીક્ષણની તારીખ : 25.05.2023 2.00 થી 4. 00 વાગ્યા સુધી રાખવામાં આવી છે. જ્યારે ઇ- હરાજી 09 .06.2023 બપોરે 12.00 થી 1. 00 વાગ્યે સુધી રાખવામાં આવી છે.
1) હરાજી વેચાણ ઓનલાઇન વેબસાઇટ www.drt.auctiontige.net દ્વારા કરવામાં આવશે.
2)ઇચ્છુક પ્રસ્તાવકોએ સર્વિસ આપનાર પાસે ભાગ લેવા માટે અગાઉની નોંધણી કરાવવાની રહેશે. ઇ- હરાજીમાં ભાગ લેવા યુઝર્સ આઇડી અને પાસવર્ડ મેળવી લેવાના રહેશે.
3)ઇએમડીની રકમ બેંક ઓફ ઈન્ડિયાના દર્શાવેલા એકાઉન્ટમાં RTGS/NEFT મારફતે જમા કરાવવાના રહેશે.
4) અનામત રકમથી ઓછી કિંમતમાં મિલકત વેચવામાં આવશે નહિ
5) મિલકત લોટ પ્રમાણે ઉપર દર્શાવેલી 2 લોટમા રિઝર્વ કિંમતમાં વેચવામાં આવશે
6)મિલકતનું વેચાણ જયાં છે તે ના ધોરણે ઇ-હરાજી એજન્સીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ અન્ય શરતોને આધીન રહેશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…