ગુજરાતના અમદાવાદના રામોલ વિસ્તારમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બાકી લેણાંની વસુલાત માટે ફ્લેટની ઇ હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં રામોલ વિસ્તારના સદગુરુ સાંનિધ્યમાં ફ્લેટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. આ પ્રોપર્ટી નું માપ 147.27 ચોરસ મીટર છે. જ્યારે તેની રિઝર્વ કિંમત રૂપિયા 48,00, 000 રાખવામાં આવી છે. તેમજ અર્નેસ્ટ મની ડિપોઝીટ 4,80,000 છે. જ્યારે તેની બીડ વૃદ્ધિ રકમ 10,000 રાખવામાં આવી છે. તેની નિરીક્ષણની તારીખ 14.03.2023 સવારે 11.00 થી 2.00 વાગ્યે સુધી રાખવામાં આવી છે. તેની ઇ- હરાજી તારીખ 05.04.2023 સવારે 12.00 થી 5 . 00 વાગ્યે સુધી રાખવામાં આવી છે.
ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી છે. જેમાં જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સિક્યોર લેણદાર છે.
સિક્યોરીટી લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે
Published On - 4:36 pm, Sun, 26 March 23