ઉદેપુરમાં કનૈયાલાલની હત્યા બાદ ATS સક્રીય, ગુજરાતમાં ઓનલાઈન કટ્ટરવાદી સાહિત્ય વાંચતા 250-300 યુવકોનું કાઉન્સેલિંગ કર્યું

|

Jul 07, 2022 | 11:29 AM

ATSએ યુવકોના પરિવારજનોને પણ જાણ કરી હતી. પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો કે તેમના સંતાનો આવી આતંકી પ્રવૃત્તિ સાથે જોડાતાં બચી ગયાં છે.

ઉદેપુરમાં કનૈયાલાલની હત્યા બાદ ATS સક્રીય, ગુજરાતમાં ઓનલાઈન કટ્ટરવાદી સાહિત્ય વાંચતા 250-300 યુવકોનું કાઉન્સેલિંગ કર્યું
Symbolic image

Follow us on

ઉદેપુરમાં કનૈયાલાલની હત્યા (Udaipur Murder) ના મામલામાં ગુજરાત એટીએસ (Gujarat ATS) પણ સક્રીય થઈ ગઈ છે. એટીએસનું માનવું છે કે કનૈયાલાલની થયેલી હત્યા લોન વુલ્ફ એટેક (Lone Wolf Attack) સાથે સરખામણી કરી શકાય. ગુજરાતમાં પણ લોન વલુફ એટેક થવાની ભીતિ વ્યક્ત કરાઈ છે. આ ભીતિના પગલે ગુજરાત ATS સક્રિય થઈ ગયું છે. ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં 250 થી 300 યુવકોને ગુજરાત એટીએસે તપસ્યા છે અને કટ્ટરવાદી માનસિકતા ધરાવતા આ યુવકોનું ગુજરાત ATS દ્વારા કાઉન્સિલિંગ કરાયું છે. આ યુવકો સોસીયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપના કટ્ટરવાદી સાહિત્યનો અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું હતું. રેડીકલ વિચારધારાવાળા આ યુવકોના પરિવારને ગુજરાત ATS દ્વારા જાણ કરવામાં આવી હતી.

ઉદયપુરમાં કનૈયાલાલની જે રીતે હત્યા કરવામાં આવી છે તેને લોન વુલ્ફ એટેક કહેવામાં આવે છે. આ આતંકવાદનું એક સ્વરૂપ ગણવામાં આવે છે. આ ઘટવા બાદ દેશના તમામ રાજ્યોમાં એટીએસને જાણ કરાઈ છે. ગુજરાતમાં ચોટીલામાં 4-5 વર્ષ પહેલાં આવો જ એક કેસ સામે આવ્યો હતો જેમાં બે ભાઈઓની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત એટીએસે પણ રાજ્યભરમાં તપાસ આરંભી હતી જેમાં કટ્ટ્રવાદી માનસિતા તરફ પ્રેરતા હોય તેવું સાહિત્ય વાંચતા હોય તેવા 250 થી 300 યુવકોની ઓળખ થઈ હતી. એટીએસે આ તમામ યુવકોનું કાઉ્ન્સેલિંગ કર્યું હતું અને તેમના પરિવારજનોને પણ જાણ કરી હતી. પરિવારજનોએ ATSનો આભાર માન્યો કે તેમના સંતાનો આવી આતંકી પ્રવૃત્તિ સાથે જોડાતાં બચી ગયાં છે.

કેવી રીત થાય છે લોન વુલ એટેક?

આ પ્રકારના હુમલામાં નાના-નાના હથિયારોનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી વધુમાં વધુ લોકોને નુકસાન પહોંચાડી શકાય. આતંકી અથવા કોઈપણ શખ્સ આવા હુમલા એટલા માટે પ્લાન કરે છે કેમ કે કોઈ પણ સિક્રેટ એજન્સી માટે આ પ્રકારના હુમલા રોકવું ખુબ જ મુશ્કેલ હોય છે. આ પ્રકારનો હુમલો હવે દહેશતગર્દો વધુમાં વધુ અપનાવી રહ્યા છે. આ પ્રકારના હુમલા માટે ઓછા લોકો અને ઓછા સાધનોની જરૂર પડે છે. જેથી દહેશત ફેલાવનાર આનો વધારે ઉપયોગ કરે છે. પાછલા કેટલા સમયથી લોન વુલ્ફ અટેકમાં સેંક્ડો લોકો માર્યા ગયા છે. જ્યારે, આ પ્રકારના અટેકમાં હુમલો કરનાર શખ્સ ખુદ ખત્મ થઈ જાય છે. અથવા તો પોલીસ તેને ઠાર મારે છે.

આ પણ વાંચો

કનૈયાલાલા હત્યા કેસ સાથે જોડાયેલા વોટ્સએપ ગૃપનું ગુજરાત કનેક્શન પણ ઓATSએ તપાસ્યું

ઉલ્લેખનીય છે કે કનૈયાલાલની હત્યા બાદ આ કેસમાં એક વોટ્સએપ ગ્રુપ સક્રીય હોવાની જાણકારી પણ એટીએસને મળી હતી અને એવી પણ બાતમી હતી કે આમાં અમદાવાદ અથવા ગુજરાતના કોઇ શખસો જોડાયેલા હોઇ શકે છે. એટીએસે તેની પણ તપાસ કરી હતી. જોકે તેમાં ગુજરાતનું કોઈ કનેક્શન મળ્યું ન હોવાનું એટીએસે જણાવ્યું હતું.

 

Published On - 11:27 am, Thu, 7 July 22

Next Article