કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની જાહેરાત: Vande bharat train હવે બોરિવલી સ્ટેશને પણ ઉભી રહેશે, રવિવારે પણ દોડશે

|

Jan 15, 2023 | 7:38 AM

વંદે ભારત એક્સપ્રેસની (Vande bharat Express) વિશેષતાની વાત કરવામાં આવે તો આ ટ્રેનમાં એટેન્ડન્ટ કોલ બટન, બાયો ટોયલેટ, ઓટોમેટિક ડોર, સીસીટીવી કેમેરા, રિક્લાઈનિંગ ફેસિલિટી અને આરામદાયક સીટોની સુવિધા રહેશે. આ ટ્રેન હવે બુધવાર સિવાય દરરોજ ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ જશે.

કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની જાહેરાત: Vande bharat train હવે બોરિવલી સ્ટેશને પણ ઉભી રહેશે, રવિવારે પણ દોડશે
Vande Bharat Train

Follow us on

વંદે ભારત ટ્રેન અંગે કેન્દ્રીય મંત્રી  દર્શના જરદોશે ટ્વિટ કરીને અગત્યની માહિતી આપી હતી કે વંદે ભારત ટ્રેન હવે  મુંબઇના બોરિવલી સ્ટેશને ઉભી રહેશે. તેમજ આ ટ્રેન  હવેથી રવિવારે પણ  દોડાવવામાં આવશે. વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં માત્ર બુધવારે જ  બંધ રહેશે

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

આ પણ  વાંચો વંદે ભારત ટ્રેનના અકસ્માત રોકવા રેલવે લાઈનની બંને તરફ બેરિયર લગાવવાનો રેલવે તંત્રનો મોટો નિર્ણય

સતત અકસ્માતનો ભોગ બનતી વંદે ભારત અંગે લેવાયો મહત્વનો નિર્ણય

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડતી હોય ત્યારે વારંવાર વચ્ચે પશુ આવી જતા આ ટ્રેન અત્યાર સુધીમાં ઘણી વાર અકસ્માતનો ભોગ બની છે ત્યારે હવે અવારનવાર બનતી આવી અકસ્માતની ઘટનાઓ અટકાવવા માટે રેલવે લાઇનની બંને તરફ 6 થી 7 મીટરના અંતરે સેફટી બેરિયર લગાવવામાં આવશે.રેલવે દ્વારા વડોદરા ડિવિઝનમાં સુરતથી અમદાવાદ રેલવે સ્ટેશન વચ્ચેની બંને બાજુ 140 કરોડના ખર્ચે થ્રી લેયર મેટલ ક્રેશ બેરિયર લગાવાશે.  આ માટે પશ્ચિમ રેલવેએ  બહાર પાડેલા ટેન્ડર 15 જેટલી કંપનીઓેએ રસ લીધો છે. મહત્વનું છે કે મુંબઈ-ગાંધીનગર વચ્ચે વંદે ભારત ટ્રેનનો પ્રારંભ પીએમ મોદીએ 30 સપ્ટેમ્બરના રોજ કરાવ્યો હતો.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની વિશેષતા

વંદે ભારત એક્સપ્રેસની વિશેષતાની વાત કરવામાં આવે તો આ ટ્રેનમાં એટેન્ડન્ટ કોલ બટન, બાયો ટોયલેટ, ઓટોમેટિક ડોર, સીસીટીવી કેમેરા, રિક્લાઈનિંગ ફેસિલિટી અને આરામદાયક સીટોની સુવિધા રહેશે.  આ ટ્રેન  હવે બુધવાર સિવાય દરરોજ  ગાંધીનગરથી  મુંબઈ સેન્ટ્રલ જશે.

Published On - 7:36 am, Sun, 15 January 23

Next Article