ST Bus માં લેપટોપની ટિકિટનો વિવાદ વકરતા નિગમે ‘ચાર્જ’ વસુલવા બાબતે પરિપત્ર બહાર પાડ્યો, જાણો કયા સામાનનુ લાગશે આખુ ભાડુ!

|

Aug 07, 2023 | 9:10 PM

એસટી નિગમ દ્વારા આ મામલામાં એક પરિપત્ર બહાર પાડ્યો છે અને ડેપો મેનેજર દ્વારા કઈ વસ્તુઓના ભાડા-લગેજ વસુલ કરવાના થશે તેની સમજણ આપીને કંડકટરની સહિ લેવામાં આવશે.

ST Bus માં લેપટોપની ટિકિટનો વિવાદ વકરતા નિગમે ‘ચાર્જ’ વસુલવા બાબતે પરિપત્ર બહાર પાડ્યો, જાણો કયા સામાનનુ લાગશે આખુ ભાડુ!
વિવાદ વકરતા પરિપત્ર બહાર પાડ્યો

Follow us on

મોડાસા થી અમદાવાદ જતી એસટી બસમાં કંડકટરે લેપટોપનુ ટિકિટ ભાડુ વસુલ કર્યુ હતુ. લેપટોપનુ એક આખી ટિકિટ જેટલુ ભાડુ વસુલ કરવાને લઈ મામલાએ સોશિયલ મીડિયા પર ચર્ચાનો મુદ્દો બનાવ્યો હતો. સોશિયલ મીડિયા પર ટિકિટ વાયરલ થતા જ યુવાન મુસાફરને એસટી નિગમ દ્વારા ટિકિટની રકમ રિફંડ આપવાની વાત કરી હતી. પરંતુ હવે એસટી નિગમ દ્વારા આ મામલામાં એક પરિપત્ર બહાર પાડ્યો છે અને ડેપો મેનેજર દ્વારા કઈ વસ્તુઓના ભાડા-લગેજ વસુલ કરવાના થશે તેની સમજણ આપીને કંડકટરની સહિ લેવામાં આવશે.

મુખ્ય પરિવહન અને વાણિજ્ય વ્યવસ્થાપક દ્વારા આ અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ હવે રાજ્યની એસટી બસમાં મુસાફરી કરતી વેળા મુસાફરો પાસેથી કઈ ચિજોનુ ભાડુ વસુલવાનુ રહેશે એ અંગેની કંડકટરને સમજણ અપાશે. નિગમ દ્વારા નક્કી કરવામાં આવેલ મુસાફરી અને લગેજ ભાડા સહિતની સુચનાઓનો અમલ કરવા માટે તમામ કંડકટરને સમજ અપાશે.

વિવાદ વકરતા કરાયો પરિપત્ર

ગત 5 જુલાઈએ મોડાસાથી અમદાવાદ જતી એસટી બસમાં મુસાફરને લેપટોપની ટિકિટ કંડકટર દ્વારા કાપવામાં આવી હતી. જેને લઈ મુસાફર દ્વારા આ અંગે એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. આ પહેલા તેણે સોશિયલ મીડિયા પર ટિકિટ અપલોડ કરી હતી. જેને લઈ ટિકિટ વાયરલ થઈ હતી. જેને લઈ હવે એસટી નિગમ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, કંડકટર દ્વાર પરિપત્રોનુ ખોટુ અર્થઘટન કરવામાં આવે છે અને મુસાફરો સાથે ઘર્ષણ કરવામાં આવે છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

બિનજરુરી ઘર્ષણ કરીને નિગમની પ્રતિષ્ઠા જોમખાતી હોવાનુ પરિપત્રમાં બતાવ્યુ હતુ. આ બાબતે ઘર્ષણ ઘટાડવા માટે થઈને ખાસ દરની નિયત જોગવાઈને બતાવવામાં આવી છે. કંડકટરોને જે અંગેની જાણકારી આપીને અમલ કરવા માટે સૂચના કરવામાં આવી છે. આ અંગેની નોંધ પણ ડેપો પર સૂચના રજીસ્ટરમાં કરવા માટે કહેવામાં આવ્યુ છે.

રેડીયો-ટીવીની આખી ટિકિટ ગણાશે

પરિપત્રમાં ખાસ ઉલ્લેખ કરાવમાં આવ્યો છ કે, રેડીયો અને ટીવી તથા તેના જેવી અન્ય ચીજવસ્તુઓ મુસાફર બેઠક પર મુકીને લઈ જવામાં આવશે તો તેના માટે આખી ટિકિટનો ચાર્જ લેવામાં આવશે. આવી સ્થિતિમાં બેઠકને રોક્યા સિવાય છાજલીમાં આવા ઉપકરણોનુ વહન કરવામાં આવશે તો, સાથી લગેજ તરીકે અમલી પરિપત્રની સૂચના મુજબ લગેજ ટિકિટ અંગેની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ  સાહેબ કરતા કર્મચારી સવાયો! મામલતદાર 1600 અને તલાટી 30000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:49 pm, Mon, 7 August 23

Next Article