AMCની સામાન્ય સભામાં વિપક્ષ નેતાએ આક્ષેપોનો વરસાદ કર્યો, કામો ન કરનારા અધિકારીઓ સામે કાર્યવાહીની માગ

|

Aug 26, 2022 | 1:26 PM

AMCના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે (Shehzad Khan Pathane) આક્ષેપ કર્યો હતો કે, સત્તાધારી ભાજપના રાજમાં સમગ્ર અમદાવાદમાં મોટા ભાગના રોડ તુટી ગયા છે. તુટી ગયેલા રોડ તથા ખાડા પડવાને કારણે લોકો કમર અને મણકાના દર્દથી પરેશાન થઇ ગયાં છે.

AMCની સામાન્ય સભામાં વિપક્ષ નેતાએ આક્ષેપોનો વરસાદ કર્યો, કામો ન કરનારા અધિકારીઓ સામે કાર્યવાહીની માગ
Shehzad Khan

Follow us on

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (Ahmedabad Municipal Corporation) સામાન્ય સભા મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જો કે આ પ્રસંગે AMCના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે (Shehzad Khan Pathan) સત્તાપક્ષની કામગીરીને લઇને સવાલો ઉઠાવ્યા હતા. શહેઝાદ ખાને શહેરમાં ખરાબ રસ્તા, ખાડા, ભૂવા, વિવિધ અટકેલા વિકાસ કામો તેમજ શહેરમાં સ્પોર્ટસ ફેસિલીટી સહિતના મુદ્દે વિવિધ આક્ષેપ કર્યા હતા અને અટકેલા કામોને લઇને જવાબદાર કોન્ટ્રાકટર્સ (Contractors) તથા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માગ કરી હતી.

રસ્તાઓની હાલત ખસ્તા હોવાનો આક્ષેપ

AMCના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે આક્ષેપ કર્યો હતો કે, સત્તાધારી ભાજપના રાજમાં સમગ્ર અમદાવાદમાં મોટા ભાગના રોડ તુટી ગયા છે. તુટી ગયેલા રોડ તથા ખાડા પડવાને કારણે લોકો કમર અને મણકાના દર્દથી પરેશાન થઇ ગયાં છે, ઓર્થોપેડીક ડોકટરોને ત્યાં દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. છેલ્લા 40 દિવસોમાં તમામ ઝોનમાં મળીને 25238 જેટલા વિવિધ પેચવર્કના કાર્યો કરવાની ફરજ પડી છે, જે પુરવાર કરે છે કે રોડની ગુણવત્તા કેટલી નબળી છે.તેમણે જણાવ્યુ કે વર્ષ 2020માં કુલ 6.70 કરોડના ખર્ચે રસ્તાઓનું પેચવર્ક કરવામાં આવ્યુ છે. સાથે જ વર્ષ 2021માં રોડ પેચવર્કના કામોનો ખર્ચ 7.12 કરોડ થયો હોવાની પણ માહિતી આપી હતી. શહેઝાદ ખાને જણાવ્યુ હતુ કે ચાલુ વર્ષે અલગ અલગ ઝોનમાં કુલ 83 જેટલા મોટા ભુવા પડયાની ઘટનાઓ પણ બનેલી છે

શહેઝાદ ખાને એવો પણ આક્ષેપ કર્યો છે કે છેલ્લા પાંચ વર્ષોમાં 25%થી 35% વધુ ભાવના ટેન્ડર મંજુર કર્યા હોવા છતાં શહેરના તમામ રોડ પર ખાડા પડેલા છે. એક પણ રોડ એવો નથી કે જે તુટયો ના હોય. પ્રજાજનોને સારા રોડની સુવિધા મેળવવા કોર્ટનો આશરો લેવો પડે તે શરમજનક બાબત છે, આ બાબતે જવાબદાર કોન્ટ્રાકટરો તથા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઇએ.

ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો

કોર્પોરેશન વિવિધ લોન પર નિર્ભર: શહેઝાદ ખાન

શહેઝાદ ખાન પઠાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે વડાપ્રધાન મોદી એક તરફ આત્મનિર્ભર થવાની વાત કરે છે પરંતુ મ્યુનિ.કોર્પોના શાસકોના રાજમાં કોર્પોરેશન વિવિધ લોન પર નિર્ભર છે. મ્યુ.કોર્પોની તિજોરીમાં આવતા નાણાં પ્રજાના પરસેવાના નાણાં છે, જેનો ઉપયોગ પ્રજાલક્ષી સુવિધા માટે કરવો જોઇએ, જ્યારે દેશના પ્રધાનમંત્રી વડાપ્રધાન આત્મનિર્ભર થવાની વાત કરે છે, પરંતુ મ્યુનિ. કોર્પો વિવિધ લોન પર નિર્ભર રહે તે શરમજનક બાબત છે.

શહેઝાદ ખાને સામાન્ય સભામાં જણાવ્યુ કે, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા બે ત્રણ વર્ષોમાં સ્પોર્ટસ ફેસિલીટી માટે 100 કરોડથી પણ વધુનો ખર્ચ કર્યો. પરંતુ એક પણ સુવિધા ઓલમ્પીકને લાયક નથી સને 2036માં અમદાવાદ અને ગાંધીનગરમાં ઓલમ્પીક ગેમ્સ યોજવાની વાતો થઇ રહી છે.

Next Article