વેક્સિનેશન માટે અમદાવાદમાં 15થી 17 વર્ષના 90 હજાર કિશોરોને શોધવા એ એએમસી માટે માથાનો દુખાવો થઈ પડ્યો

|

Jan 18, 2022 | 6:37 PM

DEOએ 1.80 લાખ વિદ્યાર્થીઓનું લિસ્ટ આપ્યું, સરકારે AMCને 2.67 લાખ કિશોરોને વેક્સિન આપવાનો ટાર્ગેટ આપ્યો, DEOએ આપેલા લિસ્ટ મુજબ 1.75 લાખને રસી અપાઈ, સરકારના લિસ્ટ મુજબ 90 હજાર કિશોરોને શોધવા દોડાદોડી

વેક્સિનેશન માટે અમદાવાદમાં 15થી 17 વર્ષના 90 હજાર કિશોરોને શોધવા એ એએમસી માટે માથાનો દુખાવો થઈ પડ્યો
file photo

Follow us on

રાજ્યમાં કિશોરોને રસી (Vaccine) આપવાની કામગીરી અંતર્ગત સરકાર વહેલી તકે તમામ કિશોરોને વેક્સિન આપી કોરોના સામે સુરક્ષિત કરવા માગે છે. જે અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation) ને શહેરી વિસ્તારના 2.67 લાખ કિશોરોને રસી આપવાનો ટાર્ગેટ રાજ્ય સરકારે આપ્યો છે. AMCએ આ માટે DEO પાસે લીસ્ટ મંગાવ્યું હતું. DEOએ 1.80 લાખ વિદ્યાર્થીઓનું લિસ્ટ આપ્યું હતું. DEOએ આપેલા લિસ્ટ મુજબ 1.75 લાખ કિશોરોને વેકસીન અપાઈ ગઈ છે. સરકારના લિસ્ટ મુજબ 90 હજાર કિશોરોને વેક્સિન આપવાની બાકી છે. આ કિશોરો (Adolescents) ને શોધવા એ મોટો પડકાર બની ગયો છે.

શહેરમાં 15થી 17 વર્ષના વિદ્યાર્થીઓને વેકસીન આપવાની કામગીરી ધીમી પડી છે. ગઈકાલે 3539 વિદ્યાર્થીઓ (Students) ને જ વેકસીન આપવામાં આવી છે. 3 જાન્યુઆરીથી એએમસી દ્વારા 15થી 17 વર્ષના કિશોરોને વેકસીન આપવાની શરૂઆત કરાઈ હતી. જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યના DEO દ્વારા એએમસીને 700 શાળાઓની યાદી સાથે 1.80 લાખ વિદ્યાર્થીઓની યાદી એએમસીને આપવામાં આવી હતી. યાદી મુજબ એએમસી દ્વારા 700 શાળાઓમાં જઈને 1.75 લાખ કિશોરોને વેકસીન આપી દીધી છે. શરૂઆતના ત્રણ ચાર દિવસ દરરોજ 35થી 40 હજાર વિદ્યાર્થીઓને વેકસીન આપવામાં આવતી હતી. શાળાઓમાં 95 ટકાથી વધારે વિદ્યાર્થીઓને વેકસીન આપી દેવાઈ છે.

સરકારે એએમસીને 2.67 લાખ વિદ્યાર્થીઓને વેકસીન આપવાનો લક્ષ્યાંક આપ્યો હતો. જેમાંથી 1.80 લાખ વિદ્યાર્થીઓને વેકસીનેશન આપવામાં આવી છે. બાકી રહી ગયેલા 90 હજાર જેટલા કિશોરોને શોધવા એએમસી માટે પડકાર બની ગયો છે. DEO અને સરકારે આપેલા ટાર્ગેટમાં 87 હજાર કિશોરોનો તફાવત સામે આવી રહ્યો છે. ત્યારે હવે શાળા અને કોલેજમાં ના જતા 90 હજાર કિશોરોને શોધવા એએમસી માટે પડકાર બન્યો છે. આ માટે હવે એએમસી દ્વારા ટ્યુશન કલાસીસ સંચાલકોનો સંપર્ક કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ શાળામાં ના જતા હોય પણ કલાસીસમાં જતા હોય તેવા વિદ્યાર્થીઓની માહિતી મેળવવામાં આવશે. ક્લાસિસ સંચાલકોને ક્લાસિસમાં આવતા વિદ્યાર્થીઓનું વેક્સિનેશન કરાવવા તાકીદ કરવામાં આવશે..

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ અંગે એએમસીના આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે શહેરની 700 સ્કૂલમાં જઈને 15થી 17 વર્ષના વિદ્યાર્થીઓને વેકસીન આપવાની કામગીરી કરાઈ છે. તમામ શાળોઓમાં 90 ટકાથી વધુ વિદ્યાર્થીઓને વેકસીન આપવામાં આવી છે. બાકી રહી ગયેલા કિશોરોને વેકસીન આપવા માટે કલાસીસ સંચાલકોનો સંપર્ક કરવામાં આવશે અને ઝડપથી કિશોરોને વેક્સિન આપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Ahmedabad: કોરોનાના કેસ વધતા શહેરમાં આઈસોલેશન સેન્ટર ઉભા કરવાની માગ વધી

આ પણ વાંચોઃ Ahmedabad: માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં સતત ઘટાડો, 52 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા

Published On - 6:31 pm, Tue, 18 January 22

Next Article