GSRTCમાં કંડક્ટરની ભરતીમાં ઉંચાઈમાં અગાઉ પાસ થયેલા 600 ઉમેદવારોને નાપાસ કરી કૌભાંડ થયાનો આક્ષેપ

|

Feb 28, 2022 | 3:49 PM

ઉમેદવારો કહે છે કે કંડકટરની ભરતીમાં ડીઝીટલ ઓટોમેટીક મશીનથી ઊંચાઈ માપવાના બદલે સ્કેલથી મેન્યુઅલ હાઈટ માપી ગેરરીતિ કરાઈ છે. ફરીથી ડિજિટલ મીટર દ્વારા ઊંચાઈ માપવામાં આવે અથવા અગાઉ માન્ય કરવામાં આવેલ વેરિફિકેશન માન્ય રાખવામાં આવે.

GSRTCમાં કંડક્ટરની ભરતીમાં ઉંચાઈમાં અગાઉ પાસ થયેલા 600 ઉમેદવારોને નાપાસ કરી કૌભાંડ થયાનો આક્ષેપ
ઉમેદવારો રાણીપ ખાતે GSRTC મધ્યસ્થની કચેરી રજુઆત કરવા પહોચ્યા હતા

Follow us on

LRD બાદ GSRTCની કંડકટરની ભરતી (recruitment) માં ગેરરીતિ થયાનો આક્ષેપ થયો છે. ઉમેદવારો (candidates) રાણીપ ખાતે GSRTC મધ્યસ્થની કચેરી રજુઆત કરવા પહોચ્યા હતા.ઉમેદવારોનો આક્ષેપ છે કે ભરતીમાં ડીઝીટલ ઓટોમેટીક મશીનથી ઊંચાઈ માપવાના બદલે સ્કેલથી મેન્યુઅલ હાઈટ માપી ગેરરીતિ કરવામાં આવી છે. આ ભરતીમાં ત્રણ વખત ઊંચાઈ માપી 160 સેમીથી વધુ ઊંચાઈ છતાં ઉમેદવારોને નાપાસ કર્યા છે. 600થી વધારે વિદ્યાર્થીઓને અગાઉ પાસ કર્યા બાદ ફરી હાઇટ માપી ફેલ કરવામાં આવ્યા હોવાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે. ઉમેદવારોની માંગ છે કે કંડકટરની ભરતીમાં ફરીથી ડિજિટલ મીટર દ્વારા ઊંચાઈ માપવા આવે અથવા અગાઉ માન્ય કરવામાં આવેલ વેરિફિકેશન માન્ય રાખવામાં આવે.

ઉમેદવારો રમેશ દરજીએ જણાવ્યું હતું કે જીએસઆરટીસીની 2018ની ભરતીમાં એસટી નિગમે ઊંચાઈનું માપન કરી તેમને પાસ કર્યા હતા. ત્યાર બાદ 2019ની ચાલુ ભરતીમાં નિગમ દ્વારા ડિવિઝન કક્ષાએ તેમને ઉંચાઈ માપનમાં ગેરલાયક ઠેરવ્યા છે. તેમને આ બાબતે અપીલ કરતા નરોડા ખાતે ફરીથી વેરિફિકેશન કરવામાં આવતા પાસ જાહેર કર્યા હતા. પરંતુ ભાજપના નસવાડીના નેતા જશુ ભીલનો વીડિયો વાઇરલ થયા બાદ તેમને ફરીથી વેરિફિકેશન માટે બોલાવી 600 વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે.

આ ભરતીમાં નિગમ દ્વારા ઉમેદવારોનું ત્રણથી ચાર વખત વેરિફિકેશન કરવામાં આવ્યું.જેમાં બે વખત ઉમેદવારોને લાયક ઠેરવીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે જે ખરેખર બોર્ડના અમુક કર્મચારીઓની કાર્યવાહી પર શંકા ઊભી કરે છે. આ અંગે એસ ટી નિગમના લીગલ એડવાઇઝર કે ડી દેસાઈએ જણાવ્યું છે કે ભરતી પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ થઈ નથી. તોલમાપ દ્વારા પ્રામાણિક કરેલ મશીનથી ઉંચાઈ માપવામાં આવે છે. ડીઝીટલ માપણી મશીન તોલમાપ વિભાગ દ્વારા વેરીફાય કરેલ નથી. જે ઉમેદવારોએ રજુઆત કરી છે તે ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવશે અને તપાસ કરવામાં આવશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો : Ukraine-Russia War Effect : રફ ડાયમંડના ભાવ 10% વધ્યા, યાર્ન પણ 2 થી 3 રૂપિયા મોંઘુ

આ પણ વાંચો : Big News :12 થી 15 વર્ષના બાળકો માટેની કોર્બેવેક્સ રસીનો જથ્થો સુરત આવી પહોંચ્યો

Next Article