Ahmedabad : અજય પટેલ બન્યા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખ, CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ચાર્જ સંભાળ્યો, જુઓ Video

|

Jul 13, 2023 | 11:40 AM

ચાર્જ સંભાળ્યા બાદ અજય પટેલે કહ્યું કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહનું સપનું છે કે દેશની ઇકોનોમી ફાઇવ ટ્રીલીયન બનાવવી, જેમાં GCCI સક્રિય ભૂમિકા ભજવશે. GCCI સરકાર અને નાના મોટા ઉદ્યોગો તેમજ વેપારી વચ્ચે સેતુની ભૂમિકા ભજવશે

Ahmedabad : અજય પટેલ બન્યા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખ, CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ચાર્જ સંભાળ્યો, જુઓ Video
GCCI president

Follow us on

Ahmedabad : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના (GCCI) નવા પ્રમુખ તરીકે અજય પટેલે (Ajay Patel) કાર્યભાર સંભાળ્યો છે. ચેમ્બરના પ્રમુખ તરીકે અજય પટેલ તથા અન્ય હોદ્દેદારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં શપથગ્રહણ કર્યા. GCCIના હોદ્દેદારો માટેની ચૂંટણી સમરસ થઈ છે. તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાતા પ્રમુખ તરીકે અજય પટેલે કાર્યભાર સંભાળ્યો છે. તો GCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એસ્ટ્રલ પાઇપ્સના સંદીપ એન્જિનિયર અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મિહિર પટેલે પદ સંભાળ્યું છે.

GCCI સરકાર અને વેપારીઓ વચ્ચે સેતુની ભૂમિકા ભજવશેઃ અજય પટેલ

ચાર્જ સંભાળ્યા બાદ અજય પટેલે કહ્યું કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહનું સપનું છે કે દેશની ઇકોનોમી ફાઇવ ટ્રીલીયન બનાવવી, જેમાં GCCI સક્રિય ભૂમિકા ભજવશે. GCCI સરકાર અને નાના મોટા ઉદ્યોગો તેમજ વેપારી વચ્ચે સેતુની ભૂમિકા ભજવશે. વર્ષ 2024માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં GCCI સક્રિયપણ ભાગ લેશે. આ સમિટ અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ બને તે માટે તમામ સહકાર પૂરો પાડશે. તેમણે આ જવાબદારી સોંપવા બદલ તમામનો આભાર માન્યો હતો.

Girlfriend On Rent : અહીં ભાડે મળે છે ગર્લફ્રેન્ડ ! બસ આટલું હોય છે ભાડુ
ઘરના મુખ્ય દરવાજા પર કપૂરનું પાણી છાંટવાથી થશે આ ફાયદો
લંચ લેવાનો યોગ્ય સમય કયો છે?
રેપર એમીવે બન્ટાઈ લગ્નના બંધનમાં બંધાયો, જુઓ ફોટો
કરોડોમાં છે સૈફ અલી ખાનના બોડીગાર્ડનો પગાર
આ 4 ભૂલના કારણે ઘરમાં નથી ટકતા પૈસા ! જાણી લેજો તમે નથી કરતાને આ ભૂલ

આ પણ વાંચો Ahmedabad: શિક્ષણ યોજનાઓનો મહત્તમ વાલીઓ લાભ લે તે માટે ઘનિષ્ટ વાલી સંપર્ક ઝૂંબેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગકારોને સાથ સહકાર આપવાની ખાતરી આપી

અજય પટેલે વધુમાં કહ્યું કે ગુજરાતના ઉદ્યોગો અને વેપારીઓ રાષ્ટ્રના વિકાસમાં મોટો ફાળો ભજવે તેવો રોલ ભજવવા ચેમ્બર પ્રયત્ન કરશે. લઘુ અને નાના ઉદ્યોગોને જરૂરી માર્ગદર્શન આપી તેમના વિકાસને વધુ ઝડપી બનાવવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગકારોને સાથ સહકારની આપવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે ઈન્ડસ્ટ્રીઝ ક્વોલિટી પ્રોડક્ટ બનાવે તો સરકાર તેમને પૂરતી મદદ કરશે. ઉદ્યોગકારોને કોઇ તકલીફ નહીં પડવા દઇએ.

અજય પટેલ GCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હતા કાર્યરત

આ પહેલા અજય પટેલ GCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત હતા. GCCIના બંધારણ મુજબ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રમુખ બને છે. ત્યારે અજય પટેલ GCCIના પ્રમુખ બનતા સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એસ્ટ્રલ પાઇપ્સના સંદીપ એન્જિનિયરની પસંદગી કરાઈ છે. GCCIના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ અજય પટેલે જણાવ્યું હતું કે GCCI ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકો સીસ્ટમને વેગ આપવા અગામી વર્ષમાં પરીણામલક્ષી કામગીરી કરશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:10 am, Thu, 13 July 23

Next Article