Independence Day 2023 : સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને એરપોર્ટ અને રેલવે સ્ટેશન તિરંગાના રંગે રંગાયા

એરપોર્ટ ઓથોરિટી દ્વારા એરપોર્ટ અને એરપોર્ટ પરિસરને તિરંગા રંગથી શણગારવામાં આવ્યો છે. જેમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા એરપોર્ટની અંદર તિરંગાની થીમ ઉભી કરી છે. તેમજ સેલ્ફી પોઇન્ટ પણ બનાવ્યા છે. જ્યાં લોકો 15 ઓગસ્ટની થીમ પર સેલ્ફી લઈ શકે છે.

Independence Day 2023 : સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને એરપોર્ટ અને રેલવે સ્ટેશન તિરંગાના રંગે રંગાયા
Independence Day Celebration
| Edited By: | Updated on: Aug 14, 2023 | 9:22 PM

Independence Day 2023 :  15મી ઓગસ્ટની શહેર અને રાજ્યમાં ઉજવણી થવાની છે. તેમજ ઘરે ઘરે તિરંગા (flag) સાથે લોકો 15મી ઓગસ્ટની ઉજવણી કરવાના છે. જેની તૈયારીઓમાં તમામ લોકો લાગી ગયા છે. ત્યારે 15મી ઓગસ્ટને લઈને એરપોર્ટ અને રેલવેને તિરંગા લાઈટથી સુશોભિત કરી એક અલગ રૂપ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો Ahmedabad: બાપુનગરમાં દારૂડિયા પુત્રએ લોખંડનો હથોડો મારી માતાની કરી હત્યા, જુઓ Video

Airport

15મી ઓગસ્ટ આવે એટલે લોકો સોસાયટીઓ, એપાર્ટમેન્ટમાં તેની ઉજવણી કરતા હોય છે તેમજ સોસાયટીઓને શણગાર પણ કરતા હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ એરપોર્ટ ઓથોરિટી દ્વારા એરપોર્ટ અને એરપોર્ટ પરિસરને તિરંગા રંગથી શણગારવામાં આવ્યો છે. જેમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા એરપોર્ટની અંદર તિરંગાની થીમ ઉભી કરી છે. તેમજ સેલ્ફી પોઇન્ટ પણ બનાવ્યા છે. જ્યાં લોકો 15 ઓગસ્ટની થીમ પર સેલ્ફી લઈ શકે છે.

Railway Station

એરપોર્ટની એન્ટ્રી, એક્ઝિટ, પાર્કિંગ એરિયા, એરપોર્ટ પરિસરમાં આવેલ સરદાર પટેલ સ્ટેચ્યુ સર્કલ સહિત એરપોર્ટ પરિસરમાં તિરંગા રંગની લાઇટો કરવામાં આવી છે. તેથી 15મી ઓગસ્ટ પર એરપોર્ટ પર એક અલગ નજારો લોકોને માણવા મળે. તેમજ તિરંગાની થીમ પણ લોકોને જોવા મળે. તિરંગાની થીમે એરપોર્ટ પર એક અલગ અને અનોખું આકર્ષણ પણ ઊભું કર્યું છે.

Airport

રેલવે દ્વારા પણ 15મી ઓગસ્ટ ને લઈને અનોખો પ્રયાસ હાથ ધરાયો

બીજી તરફ રેલવે દ્વારા પણ 15મી ઓગસ્ટને લઈને અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસ સહિત અમદાવાદ ડિવિઝનના 8 રેલવે સ્ટેશનોને ત્રિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યા છે. 77મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ ડિવિઝનની ડિવિઝનલ રેલ્વે મેનેજરની કચેરી અને અમદાવાદ, સાબરમતી, ભુજ, ગાંધીધામ, મહેસાણા, વિરમગામ, પાટણ અને વડનગર રેલ્વે સ્ટેશનોને ત્રિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યા છે.

Railway Station

ડીઆરએમ ઓફિસ અને અમદાવાદ રેલ્વે સ્ટેશનને પણ તિરંગાના ત્રણેય રંગોની રોશનીથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે. જેના કારણે અમદાવાદ રેલવે સ્ટેશનની સુંદરતા વધુ ચમકી રહી છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર તિરંગાની સાથે સ્ટેશન વિસ્તારની સુંદરતા પણ જોવા મળી રહી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો