આગામી વિધાનસભાની ચૂંટણી માટે પક્ષને મજબુત કરવા AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અમદાવાદની મુલાકાતે

| Edited By: | Updated on: Apr 14, 2022 | 10:02 AM

તેમણે કહ્યું કે હું વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ માટે અમદાવાદમાં આવ્યો છું. તેઓ પાર્ટીના સભ્યોને મળશે અને આગામી ચૂંટણીને લઈને રણનીતિ પર ચર્ચા કરશે.

ગુજરાત (Gujarat) માં આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે વિવિધ રાજકીય (Political) પક્ષોના મોટા નેતા ગુજરાતની મુલાકાતે આવવા લાગ્યા છે. ત્યારે આજે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) અમદાવાદ (Ahmedabad) ની મુલાકાતે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું. તેઓ આગામી વિધાનસભા ચૂંટણી (Assembly elections) માટે પક્ષને મજબૂત કરવા અમદાવાદ આવ્યા છે. તેમણે કહ્યું કે હું વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ માટે અમદાવાદમાં આવ્યો છું. તેઓ પાર્ટીના સભ્યોને મળશે અને આગામી ચૂંટણીને લઈને રણનીતિ પર ચર્ચા કરશે.

તેમણે ખંભાત અને હિંમતનગરમાં થયેલી હિંસાની નિંદા કરી છે અને હિંસા રોકવામાં સરકાર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કર્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. દરેક પાર્ટી પોતાની શક્તિ વધારવા પ્રજાની વચ્ચે દોડતી થઈ ગઈ છે. તેવામાં મહાનગરપાલિકાઓની ચૂંટણીથી રાજ્યમાં પગપેસારો કરનારી પાર્ટી AIMIM પણ હરકતમાં આવી ગઈ છે.

વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, ત્યારે ભાજપે વધુ મત મેળવવા રણનીતિ બનાવવાનું શરુ કરી દીધુ છે. કેન્દ્રીય નેતાઓએ ગુજરાતનો પ્રવાસ વધારી દીધો છે. વડાપ્રધાન મોદી, અમિત શાહ, રાષ્ટ્રપતિના ગુજરાત પ્રવાસ વધ્યા છે ફરી વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવવાના છે. આ પહેલાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી આવતી કાલે ભુજમાં કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું વીડિયો કોન્ફરન્સિંગથી લોકાર્પણ કરશે

આ પણ વાંચોઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ કરે છે કુદરતી ખેતી, પહેલા વર્ષ મળી અસફળતા બાદ જાણો શું થયું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો