Ahmedabad : કોર્પોરેશનના દબાણ કરાયેલા પ્લોટની સમીક્ષા ઝોન સ્તરે ડેપ્યુટી કમિશ્નરો કરશે

|

Sep 16, 2021 | 8:15 AM

અમદાવાદ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં દરેક ઝોનના ડેપ્યુટી કમિશનર એસ્ટેટ ટીડીઓ સાથે બેઠક કરવામાં આવશે અને તે ઝોનમાં ચાલતા કેસોની સમીક્ષા કરવામાં આવશે.

અમદાવાદ મહાનગર પાલિકાના પ્લોટ પર થયેલા દબાણના આશરે દસ હજારથી વધુ કેસો વિવિધ કોર્ટમાં ચાલી રહ્યા છે. આ કેસોમાં ટાઉન પ્લાનિંગ અને કોર્પોરેશનના પ્લોટમાં કરેલા દબાણના કેસો પણ છે. જોકે હવે પાલિકાને કેસ ઝડપથી ઉકેલવાની ઉતાવળ આવી છે.

જેમાં બુધવારે મળેલી કમિટીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો કે ટીપી તેમજ દબાણના કેસો 5 વર્ષથી ચાલ્યા આવે છે. આ કેસનો નિકાલ થાય તો વિકાસના કામોને વેગ આપવામાં આવશે.આ માટે આગામી દિવસોમાં દરેક ઝોનના ડેપ્યુટી કમિશનર એસ્ટેટ ટીડીઓ સાથે બેઠક કરવામાં આવશે અને તે ઝોનમાં ચાલતા કેસોની સમીક્ષા કરવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાતમાં રેશનિંગની દુકાનો પરથી અનાજ વિતરણની તારીખ જાહેર ન કરાતા લોકો મુશ્કેલીમાં

આ પણ વાંચો : Gujarat ના સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની આજે શપથ વિધિ, નવા ચહેરા ઉમેરાશે

Published On - 8:12 am, Thu, 16 September 21

Next Video