Ahmedabad : બે લોકોની સામાન્ય તકરારમાં ઉપરાણું લેનાર યુવકે જીવ ખોવાનો વારો આવ્યો

અમદાવાદના(Ahmedabad) માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નજીવી તકરારમાં મધ્યસ્થી કરવા ગયેલા યુવાનની ધોળે દિવસે હત્યા કરવામાં આવી છે. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

Ahmedabad : બે લોકોની સામાન્ય તકરારમાં ઉપરાણું લેનાર યુવકે જીવ ખોવાનો વારો આવ્યો
Ahmedabad Youth Murder
Image Credit source: File Image
| Edited By: | Updated on: Aug 14, 2022 | 5:14 PM

અમદાવાદમાં (Ahmedabad) માધુપુરા (Madhavpura) વિસ્તારમાં રહેતા પરેશભાઈ ઠાકોર કે જેઓની લાંબી ઉંમરની પ્રાર્થના કરી બહેનોએ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધી હતી. રાખડી બંધાવીને પરેશ ભાઈ ચાલીના નાકે ગયા હતા. જ્યાં પરેશ ભાઈના મિત્ર દશરથભાઈને હિમાંશુ સાથે બબાલ થઈ હતી. બે લોકો વચ્ચે થયેલી બબાલમાં પરેશભાઈએ મિત્ર દશરથનું ઉપરાણું લેતા રાત્રે હિમાંશુ અને તેના ઘર ના લોકો બબાલ કરવા પહોંચ્યા પણ આગેવાનો એ મધ્યસ્થી કરતા મામલો શાંત પડ્યો અને સમાધાન થયું હતું. જયારએ હિમાંશુ એ હજુય પરેશ પર ખાર રાખ્યો હતો અને બીજા દિવસે તેની હત્યા(Murder)કરી નાખી છે. જેમાં પરેશ તેના માતા પિતા ભાઈ ભાભી સાથે રહેતો હતો.

સારવાર દરમિયાન પરેશભાઈનું પણ મોત નીપજ્યું

સામાન્ય નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તકરારના બીજા દિવસે તેના ભત્રીજાને લઈ પરેશ ચાલીની બહાર નીકળ્યો હતો ત્યાં જ પરેશ ને આ આરોપી હિમાંશુ જોઈ ગયો અને નાની ઉંમરના ભત્રીજા સામે જ એક બાદ એક છરીના દસેક ઘા મારી દઈ જાહેરમાં હત્યા કરી નાખી. જ્યારે સમજદાર બાળક તાત્કાલિક કાકાને બચાવવા ઘરના લોકોને બોલાવવા ગયો. પરેશ ભાઈનો પરિવાર આવ્યો અને બુમાબુમ કરતા જ આરોપી તો ભાગી ગયો પણ સારવાર દરમિયાન પરેશભાઈનું પણ મોત નીપજ્યું.

આરોપીને કડક સજા મળે તેવી માંગ

જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. જેમાં પરેશના પરિવારજનો આઘાતમાં છે. સામાન્ય બોલાચાલી માં જ જુવાન દીકરાની નિર્મમ હત્યા થઇ છે. જયારે હજુ તો તેના લગ્ન કરાવવાના ઓરતા આ પરિવારે જોયા હતા ત્યાં પરેશ ભાઈનું મૃત્યુ થતા જ આરોપીને કડક સજા મળે તેવી માંગ કરી રહ્યા છે.