Ahmedabad : યુવકે NIAના અધિકારીની ઓળખ આપી પોલીસને જ છેતરવાનો કર્યો પ્રયાસ, પોલીસે આરોપીનો ભાંડો ફોડી કરી ધરપકડ

|

Feb 05, 2023 | 5:18 PM

Ahmedabad News : આરોપી સુધીર બોરાડા મૂળ આંધ્રપ્રદેશનો છે અને હાલ દિલ્હીમાં રહેતો હતો. તે ગઇકાલે પોલીસ કંટ્રોલ રૂમમાં ગયો હતો અને મારી સાથે  લૂંટ થઈ હોવાની વાત કરી હતી.

Ahmedabad : યુવકે NIAના અધિકારીની ઓળખ આપી પોલીસને જ છેતરવાનો કર્યો પ્રયાસ, પોલીસે આરોપીનો ભાંડો ફોડી કરી ધરપકડ
પોલીસને જ ઠગવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ

Follow us on

અમદાવાદ પોલીસને ગેરમાર્ગે દોરી પોલીસની જ મદદથી પૈસા મેળવવા યુવકે એક તરકટ રચ્યુ હોવાની ઘટના સામે આવી છે. યુવકે NIAના અધિકારીની ખોટી ઓળખ આપી પોતે લૂંટાયો હોવાનું નાટક કર્યું હતુ. પહેલા તો લૂંટની થિયરી પર પોલીસે તપાસ કરી હતી, પણ એરપોર્ટ પર પોલીસને ફ્લાઇટના ટાઇમ અને સીસીટીવી તપાસતા ત્યારે કોઇ પુરાવા હાથે લાગ્યા ન હતા. જેથી યુવક પર પોલીસને શંકા ગઇ અને નકલી અધિકારી બનેલા આ ગઠિયાનો ભાંડો ફુટી ગયો હતો.

તપાસમાં આરોપીના નિવેદનની વિસંગતતા જોવા મળી

આરોપી સુધીર બોરાડા મૂળ આંધ્રપ્રદેશનો છે અને હાલ દિલ્હીમાં રહેતો હતો. તે ગઇકાલે પોલીસ કંટ્રોલ રૂમમાં ગયો હતો અને મારી સાથે  લૂંટ થઈ હોવાની વાત કરી હતી. સુધીરકુમાર નામના યુવકે પોલીસને એવી હકીકત દર્શાવી કે તે એરપોર્ટ પર ઉતર્યો હતો. બાદમાં તેને ટેક્સીવાળાની સાથે આવેલા કેટલાક લોકોએ માર મારી લૂંટી લીધો હતો.

જો કે પોલીસે તે દિશામાં તપાસ કરી તો સ્થળ પર કોઇ સીસીટીવી ફુટેજ કે અન્ય પુરાવા ન મળ્યા. જેથી પોલીસ એરપોર્ટ પર પહોંચી. જ્યાં ફ્લાઇટના ટાઇમ અને આ આરોપીની હાજરી બાબતે તપાસ કરતા યુવક જે વાત કરતો હતો, તેની વિસંગતતા જણાતા પોલીસે તેની ઉલટ પૂછપરછ કરી હતી. જે પછી તેણે પોલીસની મદદ મેળવી દિલ્હી જવા માટે આ લૂંટનું તરકટ રચ્યુ હોવાની કબૂલાત કરી.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

પોલીસે અલગ અલગ ગુના નોંધ્યા

એટલું જ નહિ આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરી પોતે ડોમેસ્ટીક એરપોર્ટ ઉપર આવ્યો હતો અને જી-20માં ભાષાના જાણકાર તરીકે આવ્યો હોવાનું જણાવ્યું હતુ. બહાર રોડ ઉપર આવીને ટેકસીમા બેઠો ત્યારે ટેકસી ડ્રાઇવર અને ત્રણ લોકોએ સાથે મળીને તેને માર મારીને તેની બેગ અને આઇફોન તેમજ પૈસાની લૂંટ કરીને ભાગી ગયા હોવાનું જણાવ્યુ હતુ.

આરોપી પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીમાં વર્ષ 2013થી 2017 દરમિયાન હેડ કમેન્ડન્ટ તરીકે ફરજ બજાવતો હતો તેવી પણ વાર્તા કરતા પોલીસે તેની સામે નકલી અધિકારી તરીકેની ઓળખ આપવાનો અને ખોટી લૂંટની ઘટનાનો મેસેજ કરવા અંગેનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં તે અમદાવાદ ફરવા માટે આવ્યો હતો અને પૈસા ન હોવાથી ખોટી ફરિયાદ કરી પોલીસ પાસેથી મદદના નામે પૈસા મેળવા આ કાવતરું કર્યું હોવાની પોલીસને આંશકા છે.

આરોપી સામે અન્ય એક પોલીસ કેસ

પોલીસે ઓનલાઇન સોફ્ટવેરમાં આ શખ્સની તપાસ કરતા તે તમિલનાડુ ખાતે આવેલા પેરૂગુડી પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીના ગુનામાં પકડાયેલો હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે આરોપીનો અન્ય કોઇ બદઇરાદો હતો કે કેમ અને વધુ કોઇ ગુનામાં ઝડપાયો હતો કે કેમ તે બાબતે હવે વધુ તપાસ શરૂ કરાઇ છે.

Next Article