Ahmedabad: આ વર્ષે ઉત્તરાયણ (Kite Festival) ફીકી જોવા મળી શકે છે. કેમ કે ઇતિહાસમાં પહેલી વાર પતંગ (kite) દોરીના ભાવમાં અધધ 30 થી 50 ટકા ભાવ વધારો. કાપ્યો છે અને લપેટના નારા લાગવાને હવે થોડા દિવસ બાકી રહ્યા છે. પણ આ વર્ષે તમને આ નારા કદાચ ઓછા સાંભળવા મળે. કેમ કે પતંગ દોરીના ભાવમાં ઇતિહાસમાં ન થયો હોય તેવો ભાવ વધારો આ વર્ષે નોંધાયો છે. અને તે છે 30 થી 50 ટકા ભાવ વધારો.
જાણીને નવાઈ લાગશે કે આટલો ભાવ વધારો થોડો હોય. પણ આ અમે નહિ પણ પતંગ (kite) દોરીના વેપારીઓ કહી રહ્યા છે. સરસપુરમાં વર્ષોથી પતંગ દોરીનો વેપાર કરતા ઇકબાલ ભાઈએ નિવેદન આપતા જણાવ્યું કે ઇતિહાસમાં ન વધ્યો હોય તેવો ભાવ વધારો આ વર્ષે ઉત્તરાયણ પર્વ પર પતંગ દોરીના ભાવમાં નોંધાયો છે.
પતંગ દોરીના ભાવમાં અધધ વધારો થતા પતંગ દોરી બજાર પર અસર પડી છે. પતંગ દોરી બજારમાં ખરીદીનો માહોલ તો છે. જોકે ભાવ વધારાને કારણે લોકો ઓછી ખરીદી કરતા જોવા મળ્યા. કેમ કે આ વર્ષે પતંગ દોરી ના ભાવમાં 30 થી 50 ટકા જેટલો ભાવમાં વધારો નોંધાયો છે.
વેપારીઓની વાત માનીએ તો મટીરીયલના ટેક્સમાં વધારો તેમજ કોરોનાને કારણે અસર પડી છે. તેમજ મટીરીયલ સાથે મજૂરી વધતા પણ ભાવ વધારો થયો છે. ગત વર્ષે જે એક હજાર વાર દોરી 160માં મળતી તે દોરીનો ભાવ આ વર્ષે 200 સુધી ભાવ પહોંચ્યો છે. તો પતંગના ભાવમાં પણ 30 ટકા ઉપર વધારો થયાનું વેપારી જણાવી રહ્યા છે. જે ભાવ વધતા વેપારીઓએ ઓછો સ્ટોક કર્યો છે. તો દોરી રંગાવવા અને ઘસાવવા સહિતની મજૂરીમાં પણ ભાવ વધારો થયો તેમજ કોરોનાને કારણે કારીગરો ઓછા થતા પણ તેની અસર જોવા મળી છે. જે તમામ બાબતો ઉત્તરાયણ પર્વ પર અસર કરતી જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે હોલસેલમાં ભાવ વધતા રિટેલ બજારો પર પણ તેની અસર પડે તે સ્વભાવિક બાબત છે. જેના અંદાજ પ્રમાણે રિટેઇલ બજારમાં 50 ટકા ભાવ વધારો નોંધાયો છે. જે ભાવ વધતા ખરીદી કરવા આવનાર લોકો ખરીદીમાં કાપ મૂકી રહ્યા છે. ત્યારે લોકો પણ ઇચ્છી રહ્યા છે કે વધતા ભાવમાં ઘટાડો થાય. જેથી ઉત્તરાયણ પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવી શકાય.
આ પણ વાંચો : Bhavnagar : આખલાએ વૃદ્ધ વ્યક્તિનો લીધો જીવ, વાયરલ વીડિયો જોઇને રુંવાડા ઉભા થઇ જશે
Published On - 4:35 pm, Mon, 27 December 21