Ahmedabad: ગુજરાત સાયન્સ સિટીમાં વિશ્વ પેંગ્વિન દિવસની થઈ ઉજવણી, બાળકો પેંગ્વિન નિહાળીને થયા ખુશખુશાલ

મોટી સંખ્યામાં મુલાકાતીઓ ગુજરાત સાયન્સ સિટીમાં પેંગ્વિનને નિહાળવા પહોંચ્યા હતા અને એક્વેટિક ગેલેરીમાં પેંગ્વિનને નિહાળીને મજા માણી હતી.

Ahmedabad: ગુજરાત સાયન્સ સિટીમાં વિશ્વ પેંગ્વિન દિવસની થઈ ઉજવણી, બાળકો પેંગ્વિન નિહાળીને થયા ખુશખુશાલ
| Edited By: | Updated on: Apr 26, 2023 | 6:10 PM

પેંગ્વિન એકદમ શાંતિપ્રિય ગણાય છે ત્યારે સાયન્સ સિટી ખાતે 25એપ્રિલના રોજ વિશ્વ પેંગ્વિન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે મોટી સંખ્યામાં મુલાકાતીઓ ગુજરાત સાયન્સ સિટીમાં પેંગ્વિનને નિહાળવા પહોંચ્યા હતા અને એક્વેટિક ગેલેરીમાં પેંગ્વિનને નિહાળીને મજા માણી હતી. સાયન્સ સિટીના કર્મચારીઓએ મુલાકાતીઓને પેંગ્વિન વિશે અવનવી માહિતી આપી હતી.

બાળકોને પેંગ્વિનને જોઈને થયા ખુશખુશાલ

મુલાકાતીઓએ જણાવ્યું કે અન્ય પ્રાણી સંગ્રહાલયમાં જોવા ન મળતાં પેંગ્વિન ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં જોઈને તેમને આનંદ થયો. સાથે સાથે દેશવિદેશની વિવિધ પ્રજાતિની માછલીઓ પણ તેમણે જોઈ. ખાસ કરીને બાળકોને પેંગ્વિનને જોઈને મજા પડી ગઈ. બાળકો પેંગ્વિન સાથે રમત કરતા જોવા મળ્યા.

આ પણ વાંચો: Breaking News: બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ, ગુજરાતીઓને ઠગ કહેવા બદલ નોંધાઈ ફરિયાદ

મહત્વનું છે કે ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં વિવિધ પ્રજાતિની માછલીઓ અને જળચર જીવો સાથે પાંચ સાઉથ આફ્રિકન પેંગ્વિન પણ છે. જેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે.

આ પાંચેય પેંગ્વિનના નામ પુમ્બા, ટિમોન, નિમો, સ્વેન અને મુશુ -એવા રાખવામાં આવ્યા છે. પાંચેય પેંગ્વિને ગુજરાત સાયન્સ સિટીની સુંદર અને શાંત એક્વેટિક ગેલેરીમાં ખુશીથી અનુકૂલન સાધી લીધું છે. પેંગ્વિનનું નિયમિત મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે અને પાણીની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. પેંગ્વિનની હેલ્થ પર નજર રાખવા માટે તેમને ટેગ નંબર પણ આપવામાં આવ્યા છે.

થોડા મહિના  પહેલા સાયન્સ સિટીમાં લાવવામાં આવી છે લેમન શાર્ક

ગુજરાત સાયન્સ સિટી ખાતે અવનવા આકર્ષણો છે તેમાં એક્વેટિક ગેલેરીમાં 6 ફુટ લાંબી 3 લેમન શાર્કનો સમાવેશ કરીને નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે. ગુજરાત સાયન્સ સીટીમાં 6 ફુટ લાંબી ત્રણ લેમન શાર્કને લાવવામાં આવી છે. આ શાર્કને એકવેટિક ગેલેરીમાં મુખ્ય શાર્ક ટનલમાં પ્રદર્શિત કરવામાં આવી છે.

ગુજરાત સાયન્સ સિટીમાં દેશની સર્વશ્રેષ્ઠ એકવેટિક ગેલેરી આવેલી છે. આ ગેલેરી 15,000 સ્કેવર મીટરના વિસ્તારમાં પથરાયેલ અધતન ગેલેરી છે, જે 28 મીટર લાંબી વોકવે ટનલ અને વિશાળ સમુદ્રીગૃહ દ્વારા નવીન અને યાદગાર અનુભવ સાથે દરિયાઈ જીવસૃષ્ટિ અને જળજીવોને જાણવા અને માણવાની તક આપે છે. આ માત્ર દેશનું જ નહીં પરંતુ એશિયાના ટોચના એકવેરિયમો માનું એક છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 5:39 pm, Wed, 26 April 23