Ahmedabadમાં મેઘરાજાની પધરામણી, 1 કલાક વરસેલા વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

|

Jul 11, 2021 | 10:24 PM

ગાજવીજ સાથે થયેલા વરસાદે લોકોને ગરમીમાંથી આંશિક રાહત આપી છે. દિવસભરના બફારા બાદ તૂટી પડતાં વરસાદે સમગ્ર વાતાવરણમાં ઠંડક રેલાવી દીધી.

Ahmedabad: હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં રવિવારે મેઘમહેર થઈ. માત્ર 1 કલાક વરસેલા ધોધમાર વરસાદને કારણે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા જેને કારણે શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જો કે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરમાં વરસાદ નહોતો વરસ્યો જેને કારણે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

પૂર્વ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના બનાવો સામે આવ્યા હતા..જેમાં સિટીએમ તેમજ હાટકેશ્વર વિસ્તારમાં કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા જેને કારણે સ્થાનિકોમાં ઘરમાં પણ પાણી ભરાઈ ગયા હતા. તો અમદાવાદ શહેરના નિકોલ રિંગરોડ પર પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહનોમાં નુકસાન થયું હતું સાથે જ વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા જેને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં બે કલાક દરમ્યાન 3 ઇંચથી પણ વધારે વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન, મધ્ય ઝોન અને ઉત્તર ઝોનમાં વરસાદ વરસ્યો હતો જેને કારણે શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો શહેરીજનોને કરવો પડ્યો હતો..

 

 

દિવસભરના બફારા બાદ વરસાદ તૂટી પડતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરીજનોએ વરસાદને વધાવતા ખુશીઓ વ્યક્ત કરી રહ્યા છે. શહેરના અખબારનાગર, નિર્ણયનગર, રાણીપ સહિતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે.

 

ગાજવીજ સાથે થયેલા વરસાદે લોકોને ગરમીમાંથી આંશિક રાહત આપી છે. સાથે સાથે SG હાઈવે, ચાંદલોડિયા અને ગોતામાં પણ વરસાદ નોંધાયો છે.

 

આ પણ વાંચો: Gujarat Rain News : આજે કયાં-કયાં રહ્યો વરસાદનો માહોલ, વાંચો આ અહેવાલ

આ પણ વાંચો: Dwarka : દરિયાકાંઠે 55 કિલોમીટરની ગતિએ પવન ફુંકાવાની શક્યતા, માછીમારોને દરિયો ના ખેડવા સૂચના

Published On - 7:57 pm, Sun, 11 July 21

Next Video