Ahmedabad: પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ- સુબેદારગંજ અને વલસાડ-દાનાપુર વચ્ચે ચલાવાશે સમર સ્પેશ્યિલ ટ્રેન

|

Apr 22, 2023 | 3:10 PM

Ahmedabad: પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ-સુબેદારગંજ અને વલસાડ-દાનાપુર વચ્ચે સમર સ્પેશ્યિલ ટ્રેન શરૂ કરવામાં આવશે તો પાટણથી ભીલડી વચ્ચે અનરિઝર્વ્ડ સમર સ્પેશ્યિલ ટ્રેન દોડશે.

Ahmedabad: પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ- સુબેદારગંજ અને વલસાડ-દાનાપુર વચ્ચે ચલાવાશે સમર સ્પેશ્યિલ ટ્રેન

Follow us on

મુસાફરોની સુવિધા માટે અને વધારાના મુસાફરોને સમાવવા માટે, પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ -સુબેદારગંજ અને વલસાડ-દાનાપુર વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેનો ચલાવશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1. ટ્રેન નંબર 04126/04125 બાંદ્રા ટર્મિનસ – સુબેદારગંજ સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ [18 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 04126 બાંદ્રા ટર્મિનસ – સુબેદારગંજ સ્પેશિયલ દર મંગળવારે બાંદ્રા ટર્મિનસથી 11.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 17.00 કલાકે સુબેદારગંજ પહોંચશે. આ ટ્રેન 2જી મેથી 27મી જૂન, 2023 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 04125 સુબેદારગંજ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર સોમવારે સુબેદારગંજથી 05.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 1લી મેથી 26મી જૂન 2023 સુધી ચાલશે.

આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બાયના, રૂપબાસ, ફતેહપુર સીકરી, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ અને ફતેહપુર સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

2. ટ્રેન નંબર 09025/09026 વલસાડ-દાનાપુર સ્પેશિયલ [22 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 09025 વલસાડ – દાનાપુર સ્પેશિયલ દર સોમવારે વલસાડથી 08.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 12.00 કલાકે દાનાપુર પહોંચશે. આ ટ્રેન 24મી એપ્રિલથી 3જી જુલાઈ, 2023 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09026 દાનાપુર – વલસાડ સ્પેશિયલ દર મંગળવારે દાનાપુરથી 14.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21.30 કલાકે વલસાડ પહોંચશે. આ ટ્રેન 25 એપ્રિલથી 4 જુલાઈ 2023 સુધી ચાલશે.

આ ટ્રેન બંને દિશામાં ભેસ્તાન, નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઈટારસી, જબલપુર, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિઓકી, પં. દીન દયાલ ઉપાધ્યાય, બક્સર અને અરાહ સ્ટેશનો પર ઉભી રહેશે.
આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

3. ટ્રેન નંબર 09407/09408 પાટણ-ભીલડી વિશેષ દૈનિક [136 ટ્રીપ્સ]

પાટણ-ભીલડી સ્પેશિયલ ટ્રેન નંબર 09407 પાટણથી દરરોજ 19.05 કલાકે ઉપડશે અને તે જ દિવસે 20.30 કલાકે ભીલડી પહોંચશે. આ ટ્રેન 24 એપ્રિલથી 30 જૂન, 2023 સુધી ચાલશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09408 ભીલડી-પાટણ સ્પેશિયલ ભીલડી દરરોજ 06.10 કલાકે ઉપડશે અને તે જ દિવસે 07.25 કલાકે પાટણ પહોંચશે. આ ટ્રેન 25મી એપ્રિલથી 1લી જુલાઈ, 2023 સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશામાં ખલીપુર, કાંસા, વૈદ અને સિહોરી સ્ટેશનો પર ઉભી રહેશે.

આ પણ વાંચો: અમદાવાદ પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થાનો માનવતાવાદી અભિગમ, 92 કોન્ટ્રાક્ટ સફાઈ રેલવે કર્મચારીઓને રાશન કીટનું કર્યુ વિતરણ

આ ટ્રેનમાં સામાન્ય સેકન્ડ ક્લાસ કોચ છે અને આ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ છે.

ટ્રેન નંબર 04126 અને 09025 માટે બુકિંગ 23મી એપ્રિલ, 2023થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 3:10 pm, Sat, 22 April 23

Next Article