Ahmedabad : ભરઉનાળે કોટ વિસ્તારમાં પાણી સમસ્યા, ખાડિયા વોર્ડમાં શહેરીજનો પરેશાન, કયારે આવશે ઉકેલ ?

|

Jun 14, 2021 | 3:47 PM

Ahmedabad : ઉનાળો આવે અને પાણીની સમસ્યા સર્જાય. આ વાત હવે સામાન્ય બનતી જઇ રહી લાગે છે. કેમ કે સ્માર્ટ સીટીમાં આ પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે.

Ahmedabad : ભરઉનાળે કોટ વિસ્તારમાં પાણી સમસ્યા, ખાડિયા વોર્ડમાં શહેરીજનો પરેશાન, કયારે આવશે ઉકેલ ?
અમદાવાદમાં પાણીની સમસ્યા

Follow us on

Ahmedabad : ઉનાળો આવે અને પાણીની સમસ્યા સર્જાય. આ વાત હવે સામાન્ય બનતી જઇ રહી લાગે છે. કેમ કે સ્માર્ટ સીટીમાં આ પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે. અને તે પણ મધ્ય ઝોનના કોટ વિસ્તારમાં પાણી સમસ્યા સામે આવી છે. કોટ વિસ્તારમાં કટકીયા વાડ, ઝવેરી વાડ, દેવસાનો પાડો અને ધનાસુથાર પોળ સહિત પોળમાં પાણી સમસ્યા સામે આવી છે. જ્યાં પાણી ન પહોંચતા સ્થાનિકો પરેશાન તેમજ તંત્રની કામગીરીથી પણ નારાજ છે.

ભરગરમીમાં પાણી જરૂરી હોય અને જો એ ન મળે ત્યારે સ્વભાવિક છે કે પાણી નહિ પહોંચતા સ્થાનિકો નારાજ થાય. આ બાબત પણ કોટ વિસ્તારમાં જોવા મળી છે. અને એ નારાજગી એટલા માટે છે કેમ કે સ્થાનિકોએ કોર્પોરેટર અને amc ને અનેક રજુઆત કરી છતાં કોઈ નિકાલ નહિ આવતા સ્થાનિકોમાં તંત્રની કામગીરીને લઈને નારાજગી વ્યાપી છે.

એવું પણ નથી કે તંત્ર કામગીરી નથી કરી રહ્યું. તંત્ર દ્વારા કામગીરી કરાય છે. પણ સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણી સમસ્યા દૂર કરવા અવાર નવાર ખોદકામ કરાય છે. પણ છતાં સમસ્યા દૂર નથી થઈ રહી. તેમજ જ્યા ખોદકામ કરાય છે ત્યાં ખાડા પડે છે. જેથી પણ સમસ્યા વધે છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

સ્થાનિકોનો એ પણ આક્ષેપ છે કે આ સમસ્યા આજકાલની નહિ પણ એક મહિનાથી સમસ્યા સર્જાય હોવાના આક્ષેપ છે. તો કટકીયા વાડમાં કેટલાક મકાનોમાં પાણી આવે છે. જ્યારે કેટલાક મકાનોમાં પાણી નહિ આવતા સ્થાનિકોમાં અસમંજસ છે કે આવું કેમ.

ત્યારે બીજી તરફ કોર્પોરેટર ઉમંગ નાયક દવારા સમસ્યા દૂર કરવા કામગીરી કરાઈ રહી હોવાના દાવા કરાયા છે. તો કટકીયા વાડમાં પાણીની લાઈન ઊંચી હોવાથી સમસ્યા સર્જાઇ હોવાનું જણાવી સમસ્યા દૂર કરવાની કોર્પોરેટરે ખાતરી આપી છે.

તો અન્ય જગ્યા પર પાણી પોલ્યુટેડ આવવાને લઈને સમસ્યા સર્જાઇ હોવાનો ખુલાસો કોર્પોરેટર ઉમંગ નાયકે કર્યો છે. જે તમામ બાબતે કોર્પોરેટર ઉમંગ નાયક દ્વારા જલદીથી સમસ્યા દૂર કરવાની ખાતરી અપાઈ છે જેની સ્થાનિકો પણ રાહ જોઈ રહ્યા છે. જેથી તેઓને પહેલાની જેમ પાણી મળી રહે અને ગરમી વચ્ચે પાણી નહીં મળતા સ્થાનિકો માટે સમસ્યા ન સર્જાય.

Next Article