AHMEDABAD : વિરમગામના કારિયાણા ગામની કેનાલમાં 8 વર્ષથી નથી છોડવામાં આવ્યું પાણી

| Edited By: | Updated on: Aug 30, 2021 | 3:37 PM

વિરમગામમાં કારિયાણા ગામના ખેતરોની વચ્ચો વચ્ચથી નર્મદાની કોઇન્તીયા બોસ્કા-ગોરૈયા શાખાની માઇનોર કેનાલ છેલ્લા 8 વર્ષોથી બનાવી છે. પરંતુ આ કેનાલમાં આજ સુધી પાણી નહીં છોડાયું જ નથી..

AHMEDABAD : સામાન્ય રીતે ખેતર નજીકથી કેનાલ પસાર થતી હોય તો ખેડૂતો માટે કેનાલ આશીર્વાદરૂપ હોય છે. અન્નદાતાની ખુશીઓનો કોઈ પાર ન હોય.પરંતુ વિરમગામ (Viramgam)ના કારિયાણા ગામ (Kariyana village) ના ખેડૂતો માટે કેનાલ અભિશાપરૂપ બની ગઈ છે.  આ ગામના ખેતરોની વચ્ચો વચ્ચથી નર્મદાની કોઇન્તીયા બોસ્કા-ગોરૈયા શાખાની માઇનોર કેનાલ છેલ્લા 8 વર્ષોથી બનાવી છે. પરંતુ આ કેનાલમાં આજ સુધી પાણી નહીં છોડાયું જ નથી.. બીજી બાજુ ચાલુ વર્ષે વરસાદ પણ પડ્યો નથી.એટલે ખેડૂતોનાના ખેતરોમાં ઉભો પાક પાણી વગર સુકાઈ રહ્યો છે.. ત્યારે જો આ કેનાલમાં નર્મદાનું પાણી છોડાઈ તો ધરતીપુત્રોનો મહામુલો પાક બચી જાય.

જો આ કેનાલમાં પાણી છોડવામાં આવે તો વિરમગામના કારિયાણા ગામ અને આસપાસના ગામોમાં હજારો હેક્ટર જમીનમાં એરંડા,જુવાર,ઘઉં જીરું સહિતના પાકને નવજીવન મળે અને ખેડૂતોની મહેતન એળે ન જાય.આ પંથકના ખેડૂતોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆત કરવા છતા તંત્ર તેની વાત સાંભળતું નથી.. જો હવે પાણી છોડાશે નહીં તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવા ચીમકી ઉચ્ચારી છે.

વિરમગામમાં ગત વર્ષની તુલનાએ ઓછો વરસાદ પડ્યો છે.અત્યાર સુધી સીઝનનો માત્ર 146 MM વરસાદ પડ્યો છે..વરસાદ ખેંચાઈ જતા કપાસ, એરંડા, ડાંગર, જુવાર, બાજરી, તલ સહિતના પાકો પર જોખમ મંડરાઈ રહ્યું છે..ખેતરોમાં મૂરઝાતી મોલાતને જીવનદાન આપવા પાણીની તાતી જરૂરિયાત છે.આ અગાઉ પણ ખેડૂતોએ સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય કેનાલમાથી ઘોડા ફીડર કેનાલમાં સિંચાઇનું પાણી છોડવા ખેડૂતો માગ કરી હતી.

આ પણ વાંચો : Ahmedabad : ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીને લઇને ઉત્સાહનો માહોલ, ભક્તો ઓનલાઇન દર્શન કરી શકશે

 

Published on: Aug 30, 2021 12:59 PM