Ahmedabd: ડફેર તથા જત ગેંગનો વોન્ટેડ આરોપી ઝડપાયો ,39 જેટલા ગુનામાં હતો સામેલ

આ આરોપી વિરુદ્ધમાં ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં  (Police station ) ગુજસીટોક સહિત કુલ 39 જેટલા ગુના દાખલ થયેલા છે. આરોપી ડફેર છેલ્લા કેટલાય સમયથી નાસ્તો ફરતો હતો પરંતુ ક્રાઈમ બ્રાન્ચ ને આ અંગે  બાતમી મળતા આરોપીને ઝડપી લીધો છે.

Ahmedabd: ડફેર તથા જત ગેંગનો વોન્ટેડ આરોપી ઝડપાયો ,39 જેટલા ગુનામાં હતો સામેલ
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપ્યો ડફેર ગેંગનો વોન્ટેડ આરોપી
| Edited By: | Updated on: Aug 26, 2022 | 11:56 PM

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે  (Ahmedabad crime branch) ડફેર તથા જત ગેંગના વોન્ટેડ  (Wanted Accuse) આરોપી  રોમિઝ ખાન ઉર્ફે રોંકી મોહમ્મદ ખાન  ની  ધરપકડ કરી છે. આ આરોપી વિરુદ્ધમાં ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં  (Police station ) ગુજસીટોક સહિત કુલ 39 જેટલા ગુના દાખલ થયેલા છે. આરોપી ડફેર છેલ્લા કેટલાય સમયથી નાસ્તો ફરતો હતો પરંતુ ક્રાઈમ બ્રાન્ચ ને આ અંગે  બાતમી મળતા આરોપીને ઝડપી લીધો છે.

ચાલુ વાહન ઉપર ચઢીને માલ સામાનની કરતા હતા ચોરી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડફેર તથા જત ગેંગના વોન્ટેડ આરોપી રોમિઝ ખાન ઉર્ફે રોંકી મોહમ્મદ ખાન ની ધરપકડ કરી છે. જોકે આ ગેંગની મોડ્સ ઓપરેન્ડી વાત કરીએ  તો આરોપી રોમિઝ ખાન ગેડિયા ગેંગના વસીમખાન, રસુલ ડફેર, શરીફ અલારખ ડફેર તેમજ અન્ય કેટલાક લોકોની ગેંગ નો સભ્ય રહી રાત્રિના સમયે હાઈવે પર ટ્રક પસાર થઈ રહ્યો હોય ત્યારે ટ્રકની પાછળ પોતાનું વાહન રાખી તેના પર ચઢીને તાડપત્રી કાપી તેમાંથી માલ સામાનની ચોરી કરતા હોય છે..પકડાયેલ આરોપી અગાઉ અમદાવાદ ગ્રામ્યના બાવળા ચાંગોદર તેમજ માલવણ પોલીસ સ્ટેશનમાં આ રીતની ચોરીના ગુનામાં પકડાઈ ચૂકેલ છે..

પકડાયેલ આરોપી રોમીઝ ખાન વિરુદ્ધ અસંખ્ય ગુના નોંધાઇ ચુક્યા છે. જેમાં ધાંગધ્રા પોલીસ સ્ટેશન માં ગુજસીટોક અંતર્ગત ગુનો દાખલ થયો છે. જે આરોપી ચાલુ વાહનમાં તાડપત્રી તોડી ને ચોરી કરવાના 39 ગુના માં વોન્ટેડ હતો. આરોપીએ લખતર, બજાણા, હળવદ, વિરમગામ સાણંદ અને ચાંગોદર સહિત અનેક વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ક્રાઇમ બ્રાંચે આરોપી રોમીઝ ખાનની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે..જો કે તપાસ દરમિયાન અન્ય ગુના ના ભેદ ઉકેલાઇ શકે છે જેને લઈ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.