Ahmedabad: સાબરમતી જેલના કેદીઓનો અવાજ બનશે નેત્રહિનો માટે નવી દિશા, કેદીઓએ 3 હજાર પુસ્તકોનું કર્યુ ઓડિયો રેકોર્ડિંગ

|

Aug 13, 2022 | 5:34 PM

Ahmedabad: સાબરમતી જેલમાં સારો અવાજ અને ભાષાકિય જ્ઞાન ધરાવતા કેદીઓ પાસે પુસ્તકોનુ ઓડિયો રેકોર્ડિંગ કરાવવામાં આવે છે. અત્યાર સુધીમાં કેદીઓએ 3 હજાર પુસ્તકોનું ઓડિયો રેકોર્ડિંગ કર્યુ છે, આ રેકોર્ડિંગનો લાભ નેત્રહિન વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે.

Ahmedabad: સાબરમતી જેલના કેદીઓનો અવાજ બનશે નેત્રહિનો માટે નવી દિશા, કેદીઓએ 3 હજાર પુસ્તકોનું કર્યુ ઓડિયો રેકોર્ડિંગ
સાબરમતી જેલ (ફાઈલ ફોટો)

Follow us on

અમદાવાદ (Ahmedabad)માં સાબરમતી જેલના કેદીઓએ (Prisoners) 3 હજારથી વધુ પુસ્તકોનુ ઓડિયો રેકોર્ડિંગ કર્યુ છે. જેનો લાભ નેત્રહિન પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. ગુજરાતી ઉપરાંત હિંદી, અંગ્રેજી અને સંસ્કૃતમાં પણ આ પુસ્તકોનું રેકોર્ડિંગ કરાયુ છે. કોઈને કોઈ સજા પામેલા કેદીઓ ભલે જેલની બહાર નીકળી શક્તા ન હોય પરંતુ તેમનો અવાજ જેલની દીવાલના સીમાડા વિંધીને નેત્રહિનો માટે નવી દિશા બની રહ્યો છે. અમદાવાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં (Sabarmati Central Jail) કેદીઓએ ધોરણ 1 થી 12 ઉપરાંત નવલકથા અને ઈતિહાસની 3 હજાર બુક્સનું ઓડિયો રેકોર્ડિગ કર્યુ છે. આ ઓડિયો બુક્સનો લાભ નેત્રહિન વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે.

જેલમાં 9 વર્ષથી ચાલે છે પુસ્કોના ઓડિયો રેકોર્ડિંગની પ્રવૃતિ

અંધજન મંડળના સહયોગથી પુસ્તકોના ઓડિયો રેકોર્ડિંગની આ પ્રવૃતિ છેલ્લા 9 વર્ષથી ચાલી રહી છે. જેના કારણે નેત્રહિન વિદ્યાર્થીઓને ઘણી મદદ મળી રહી છે. અગાઉ ચાલતી બ્રેલ લીપીની થિયરીમાં ઘણા ઓછા પુસ્તકો હતા ઉપરાંત તેને વાંચવામાં પણ ઘણો સમય જતો હતો, હવે ઓડિયો બુક્સ વિદ્યાર્થીઓ સાંભળીને પોતાનો અભ્યાસ આગળ વધારી રહ્યા છે.

9 વર્ષમાં 3 હજાર પુસ્તકોનું ઓડિયો રેકોર્ડિંગ્સ

છેલ્લા 9 વર્ષમાં આ રીતે 3 હજારથી વધુ પુસ્તકોનું ઓડિયો રેકોર્ડિંગ કરાયુ છે. જેમા અભ્યાસક્રમ ઉપરાંત જાણીતી વાર્તાઓ, ધાર્મિક પુસ્તકો અને ઈતિહાસને લગતા સાહિત્યના પણ ઓડિયો રેકોર્ડ કરી દેવાયા છે. જેલમાં રેકોર્ડિંગનું કામ કરતા કેદી મહેન્દ્ર પ્રજાપતિ જણાવે છે કે “આ રેકોર્ડિંગનું કામ ગાંધીયાર્ડમાં ગાંધી કોટડી પાસેની ઓરડીઓમાં થાય છે. આજથી બરાબર 100 વર્ષ અગાઉ મહાત્મા ગાંધીને જ્યારે તેમના જેલવાસ દરમિયાન પ્રથમવાર 9 દિવસ માટે જેલવાસ થયો ત્યારે તેમને આ કોટડીમાં રખાયા હતા. આજે 100 વર્ષ બાદ પણ અહીં કુદરતી રીતે શાંતિનો અનુભવ થાય છે. ઉપરાંત અહીં ઘટાટોપ વૃક્ષો વચ્ચે ઘણા મોર પણ રહે છે. ઘણીવાર એવુ બન્યુ છે કે રેકોર્ડિંગ કરતા હોઈએ ત્યારે જ મોર ટહુંકા કરે તો અમે બોલતા અટકી જઈએ અને રેકોર્ડિંગ શરૂ રાખીએ છીએ. જેથી ઓડ્યો બુક્સ સાંભળતી વેળાએ સાંભળનારાને પણ કુદરતી અવાજનો લ્હાવો મળી રહે છે. ”

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

કેદીઓને રેકોર્ડિંગના પ્રતિ કલાકના 80 રૂપિયા મળે છે. જેલ અધિકારીઓનુ કહેવુ છે કે અલગ-અલગ 8થી વધુ કેદીઓ જેમનુ ભાષા પર પ્રભુત્વ છે અને સારી રીતે અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી અને હિંદી બોલી શકે છે તેમને આ કામ સોંપ્યુ છે, આ રેકોર્ડિંગ બદલ કેદીઓને એક કલાકના 80 થી 100 રૂપિયા જેટલુ વળતર ચુકવવામાં આવે છે.

Next Article